તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુરતનાં 43 સહિત 51 મુમુક્ષુઓનો રવિવારે ચેન્નામાં વરઘોડો નિકળશે

સુરતનાં 43 સહિત 51 મુમુક્ષુઓનો રવિવારે ચેન્નામાં વરઘોડો નિકળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1ડિસેમ્બરે સુરતમાં ઐતિહાસિક રીતે 43 મુમુક્ષુઓ દીક્ષા લેવાનાં છે. માટેની તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે. દીક્ષા લેનાર મુમુક્ષુઓ માટે દેશભરના વિવિધ શહેરોમાં ખાસ કાર્યક્રમ થઇ રહ્યા છે. રવિવારે ચેન્નાઇ ખાતે મુમુક્ષુઓનો વરઘોડો નિકળશે જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવશે.

સુરતનાં 20 સહિત દેશભરમાંથી 43 મુમુક્ષુઓ 1 ડિસેમ્બરે સુરતમાં દીક્ષા ગ્રહણ કરીને આધ્યત્મના માર્ગ પર પ્રયાણ કરશે. માટેનાં કાર્યક્રમનું આયોજન સુરતનાં ઉમરા વિસ્તારમાં કરાશે. તમામ મુમુક્ષ શ્રીમદ્ વિજય જીનચંદ્રસૂરિશ્વરજીનાં શુભાશિષ આચાર્ય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં સંયમી જીવનનો સ્વીકાર કરશે. મહા મહોત્સવનો પ્રારંભ 24 નવેમ્બરથી શરૂ થશે જ્યારે અને 1 ડિસેમ્બરનાં રોજ તમામ મુમુક્ષુઓ દિક્ષાગ્રહણ કરશે. દેશભરમાંથી તમામ મુમુક્ષુઓનું આદર સન્માન કરવા માટે જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારે ચેન્નાઇ ખાતે સુરતનાં 43 સહિત સમગ્ર ભારતભરનાં 51 મુમુક્ષુઓનો ભવ્ય વરઘોડા નિકળશે જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાશે અને ત્યારબાદ બેંગલોર અને પુના ખાતે પણ વરઘોડા નિકળશે તેવુ આયોજક સંજય વોરાઅે જણાવ્યું હતું.