• Gujarati News
  • મોટી ડાયમંડ કંપનીમાં ત્રણ મહીનાનો પગાર બોનસ

મોટી ડાયમંડ કંપનીમાં ત્રણ મહીનાનો પગાર બોનસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનીઆર્થિક ધરોહર ગણાતા અને જેને કારણે શહેરની વિશ્વભરમાં ચમક દમક છે એવા હીરાઉદ્યોગમાં હવે દિવાળી વેકેશન માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રત્નકલાકારો દિવાળીમાં કેટલું બોનસ મળશેω તેની પર મીટ માંડીને બેઠા છે.કેટલીક મોટી ડાયમંડ કંપનીઓમાં કારીગરોને બેથી ત્રણ પગાર જેટલી રકમનું બોનસ આપવામાં આવે છે.શહેરના હીરાઉદ્યોગમાં કામ કરતા 4 લાખ રત્નકલાકારો દિવાળીના 21 દિવસના વેકેશનમાં પરીવાર સાથે માદરે વતન જતા હોય છે અને વતન જતા પહેલાં મોટા પાયે ખરીદી કરતા હોય છે.બીજા બિઝનેસ કે વેપારની સરખામણીએ હીરાના ધંધામાં કામ કરતા કર્મચારીઓને દિવાળીમાં તગડું બોનસ મળતું હોય છે.કેટલીક મોટી ડાયમંડ કંપનીઓમાં તો રાજય સરકાર, કેન્દ્ર સરકાર કે રેલવેના કર્મચારીઓ કરતા પણ વધારે રકમ બોનસ પેટે મળતી હોય છે.હીરાના વેપારીઓ કરોડોની કમાણીકરે છે અને તેની સામે કારીગરોને પુરતું વળતર મળતું થતું હોવાને કારણે જીવન ધોરણમાં સુધારો આવ્યો છે.

વર્ષે દિવસે એક લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતા અને હીરાઉદ્યોગમાં દિવાળીમાં મોટી ડાયમંડ કંપનીઓમાં કારીગરોને કેટલું બોનસ આપવામા આવે છે તેની દિવ્ય ભાસ્કરે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે દરેક કંપનીની બોનસ આપવાની પોલીસી જુદી જુદી છે.કેટલીક ડાયમંડ કંપનીઓ તેમના કારીગરોને દિવાળીમાં બેછી ત્રણ પગાર બોનસ આપે છે, વાર્ષિક ટકાવારીમાં ગણીએ તો તો લગભગ 15થી 16 ટકા જેટલું બોનસ રત્નકલાકારોને મળતું હોય છે. તો કેટલીક કંપનીઓ પરર્ફોમન્સને આધારે તો કેટલીક ડાયમંડ કંપનીના માલિકો વેલફેર કે બીજી રીતે કર્મચારીઓને ફાયદો આપે છે. ટુંકમાં હીરાઉદ્યોગમાં કરતા લોકોને દિવાળીમાં ચાંદી ચાંદ થઈ જાય છે, કારણ કે રોકડ ઉપરાંત ઘરવખરીનો સામાન, ગિફટ, મિઠાઇ, સુકોમેવો તો વધારમાં.હીરાઉદ્યોગની મોટી ડાયમંડ કંપનીમાં કામ કરતા કારીગરો માટે મહત્વની વાત હોય છે કે મંદી હોય તો પણ તેમને મળતી બોનસની રકમમાં ખાસ કાપ મુકવામાં આવતો નથી.

દિવાળીમાં વધારે બોનસ શું કામ?

હીરાઉદ્યોગમાઅંદાજે4,000 જેટલા નાના મોટા હીરાના કારખાનાઓમાં 4 લાખ કારીગરો કામ કરે છે. હીરાના ધંધામાં કામ કરતા 95 ટકા કારીગરો સૌરાષ્ટ્રથી સુરત આવીને વસ્યા છે.દિવાળીમાં 21 દિવસથીએક મહીના જેટલું વેકેશન પડતું હોવાથી મોટાભાગના લોકો દિવાળી મનાવવા વતન ઉપડી જાય છે. વતન જતા પહેલાં રેડીમેઇડ ગારમેન્ટસ, ઝવેરાત, બેગ્સ, ફુટવેર વગેરે અનેક વસ્તુઓની તેઓ ખરીદી કરતા હોય છે એટલે દિવાળીમાં તેમને વ