તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંભેટા પાટિયા પાસે દેશી દારૂ સાથે બે ઝડપાયા

અંભેટા પાટિયા પાસે દેશી દારૂ સાથે બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડતાલુકાના અંભેટા ગામના પાટીયા પાસે બાતમીના પગલે આરઆરસેલ પોલીસે નાકાબંધ કરી 83 હજારના મુદ્દામાલ સાથે દેશી દારૂના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં. જ્યારે દેશી પાંચ ખેપિયાઓ ભાગી છૂટવામાં સફળ થતાં પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

આરઆરસેલ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે અંભેટા ગામની સીમમાં કાચા રસ્તા પરથી ટૂંકા ડભારી ગામ બાજુથી દેશી દારૂના પોટલા બાઈક ઉપર પસાર થનાર છે. જેના પગલે પોલીસે અંભેટા ગામના પાટીયા પાસે મોડી સાંજે નાકાબંધ કરી પૂરઝડપે જતી ત્રણ બાઈકોને આંતરતા બાઈકો ઉપર લઈ જાવતા દારૂના પોટલા નં 10માં માં 7760ની કિમતનો 388 લિટર દેશી દારૂ ઝડપાઈ જવા પામ્યો હતો. દારૂની ખેપ મારતાં ટૂંડા ગામના ધનસુખ કે. પટેલ તથા નરેશ પી. પટેલને ઝડપી લીધા હતાં. જ્યારે ટૂંડા ગામનો અજય સી. પટેલ તેની હીરોહોન્ડા બાઈક (GJ-05BS-5341)જેની કિંમત રૂપિયા 25000 ઉપર ભાગી છૂટ્યો હતો. ટૂંડા ગામનો અમરત આઈ પટેલ તથા સુરત શહેરના લાલા સાથે બે અન્ય ઈસમો ભાગીછૂટવામાં સફળ થતા પાંચેય ખેપિયાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ગુના સ્થળેથી 25000 કિંમત હોન્ડા યુનિકોન (GJ-05DM-299) કિંમત 25000 બીજી હોન્ડા યુનિકોન (GJ-5EB-7501) મળી રૂપિયા 75000ની કુલ ત્રણ બાઈકો તેમજ 1000ના બે નંગ મોબાઈલ તથા રૂપિયા 7760નો દેશી દારૂ મળી કુલે 83760નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.