• Gujarati News
  • કે.સ્ટાર પાસેથી 12 કરોડ મળ્યા, બિલ્ડરો પર હજુ વધુ સરવે કરાશે

કે.સ્ટાર પાસેથી 12 કરોડ મળ્યા, બિલ્ડરો પર હજુ વધુ સરવે કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગના ચીફ કમિશનર ગુંજન મિશ્રાએ સુરતથી બદલી થતાં અગાઉ જે છેલ્લાં સરવેની ફાઇલ પર સહી કરી હતી તે સરવે આખરે ડિપાર્ટમેન્ટને બરાબરનો ફળ્યો છે. કતારગામના બિલ્ડરને ત્યાં ચાર દિવસ અગાઉ હાથ ધરવામાં આવેલાં સરવેમાં રૂપિયા 12 કરોડની બેનામી આવક મળી આવી હતી. સાથે છેલ્લાં 60 દિવસમાં આઇટીએ બિલ્ડરોને ત્યાં સરવે કરીને રૂપિયા 70 કરોડની બેનામી આવક શોધી કાઢી છે. દિવાળી બાદનો પહેલો સરવે સફળ રહેતા હવે આવનારા સમયમાં પણ અધિકારીઓ રૂપિયા 4700 કરોડના ટાર્ગેટને એચિવ કરવા તપાસનો દોર ચાલુ રાખશે.

આવકવેરા વિભાગના ચીફ કમિશનર ગુંજન મિશ્રાએ નાગપુર બદલી પામ્યા બાદ પણ સરવે કરવાની મંજૂરી આપી હતી. એક તરફ જ્યાં મેડમનો વિદાય સમારોહ ચાલી રહ્યો હતો ત્યાં બીજી તરફ રેન્જ-8ના એડિશનલ કમિશનર એચ.કે.લાલની નિગરાની હેઠળ કતારગામના બિલ્ડર કિશોરભાઈના કે. સ્ટાર ગ્રુપને ત્યાં તપાસ શરૂ કરાઈ હતી. ગ્રુપના ચાર પ્રોજેક્ટ કતારગામમાં ચાલી રહ્યા છે. સતત 100 કલાકની ઉપર સરવે કામગીરી ચાલ્યા બાદ આજે બિલ્ડરની રૂપિયા 12 કરોડની બેનામી આ‌વક શોધી કાઢી હતી.

4700

કરોડ2014-15નો ટાર્ગેટ

55-60%

TDSમાંથીમળશે

40-45%

અન્યટેક્સમાંથી મળશે

ITO વધશે, સરવે તેજ થશે

આઇટીમાંએકચર્ચા પણ છે કે રી-સ્ટ્રકચરિંગ બાદ સરવેનો ધમધમાટ વધી જશે, કારણ આપવામાં આવી રહ્યુ છે કે વોર્ડ વધવાને લીધે આઇટીઓ વધશે એટલે જ્યાં અગાઉ સરવે થતાં હતો ત્યાં પણ સરવે થશે. જો કે કેટલાંક આઇટીઓ દુખ રહેશે કે વોર્ડની મલાઇ વહેંચાઇ જશે.

વરાછા, કતારગામમાં વધુ કાળું નાણું

બિલ્ડરો પાસે નાણાંનો ફ્લો હોય છે

નાણાંનોફ્લો રીઅસ એસ્ટેટમાં વધુ હોય સ્વભાવિક છે. જમીનના ભાવ, ત્યારબાદ કન્સ્ટ્કશન ઉપરાંત બજાર ભાવ પ્રમાણે ફલેટની કિંમત વગેેરે અનેક બાબતોના લીધે નાણાંનો ફ્લો ઘણો રહે છે.’ > -પ્રદિપસિંઘી, સી.એ.

રૂપિયા 70કરોડની બેનામી આ‌વકમાં 80 ટકા કાળું નાણું વરાછા, કતારગામના બિલ્ડરોને ત્યાંથી પકડાયું છે. એચવીકે સર્ચ ઓપરેશન પણ કતારગામમાં હાથ ધરાયું હતું જેમાં રૂપિયા 22 કરોડની બેનામી આ‌વક મળી હતી. સી.એ. પ્રદિપ સિંઘી કહે છે કે વેસુ તરફ ડેવલપેન્ટ થયા બાદ હવે આઉટર રીંગરોડના એરિયામાં મોટાપાયે પ્રોજેક્ટ હાથ ધરાયા છે જેના લીધે અધિકારીઓની નજર વિસ્તાર પર પડી છે.

ટાર્ગેટ કોણ?|બિલ્ડર, કાપડ,ડોક્ટર

આઇટીનીટીમની નજર મુખ્યત્વે બિલ્ડરોમાં લેન્ડબ્રોકરો અને મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ, ટેક્ષટાઇલમ