• Gujarati News
  • સીવીલમાંથી ડિસ્ચાર્જ બાદ રાજસ્થાની યુવકનુ મોત થયું

સીવીલમાંથી ડિસ્ચાર્જ બાદ રાજસ્થાની યુવકનુ મોત થયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાંઘવાયેલા યુવકને 108 દ્વારા સારવાર અર્થે નવી સીવીલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સર્જરી વિભાગનાં તબીબે યુવકને અધૂરી સારવારે ડિસ્ચાર્જ આપી દેતાં ઘર સુધી લઇ જતાં યુવકનું કરૂણ મોત નિપજતાં પરીવારજનોએ સર્જરી વિભાગ પર ભારે હોબાળો મચાવી આક્ષેપો કર્યા હતાં.

રાજસ્થાનના પાલી જીલ્લા ખાતેનાં કેશલ્યા ગામનાં વતની અને વરાછા વાલમ નગરમાં રહેતા દલારામ લાગરામ ચૌધરી(ઉં વર્ષ 32) લારી અને સ્ટોલ પર વાસણ વેચીને પરીવારનું ગુજરાન ચલાવતાં હતાં તેમના પરીવારમાં એક ભાઇ અને બહેન હતાં ગત રવિવારે દલારામ વરાછા ખાતે આવેલ દેવીકૃપા સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર ભરત સાથે કામ અર્થે માંડવી ખાતે ગયા હતાં જ્યાં બપોરનાં સુમારે રુપાલ ગામ નજીક તેમની બાઇકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ભરતભાઇનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું જ્યારે દલારામને 108 દ્વારા સારવાર અર્થે નવી સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમને સર્જરી વિભાગનાં ઇ-3 વોર્ડમાં એડમીટ કરાયા હતાં મંગળવારે દલારામને ડિસ્ચાર્જ કરી દેવામાં આ‌વતાં વોર્ડની બહાર નિકળતા દલારામને ઉલટી થઇ અને તેનું થોડીવાર માંજ મોત થઇ જતાં પરીવારજનો વિફર્યા હતાં અને સર્જરી વિભાગનાં તબીબો પર બેદરકારીનાં આરોપ લગાવ્યા હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો જોકે, તબીબી અધીક્ષક ડો.મહેશ વાડેલ ઇન્સપેકશનમાં ગયા હોવાથી તપાસનાં આદેશ કર્યા હતાં.