તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 5 લાખની લૂંટમાં િટપ આપનારો ઝડપાયો

5 લાખની લૂંટમાં િટપ આપનારો ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિનજીઆઇડીસીમાં લુમ્સના કારખાનેદાર પર તલવારથી હુમલો કરી ગત જુલાઈ માસમાં રૂ 5 લાખની લૂંટ થઈ હતી. કેસમાં લૂંટ માટે ટીપ આપનાર કારીગરની આજે ધરપકડ થઈ છે. અગાઉ લૂંટ કરનાર બે આરોપી ઝડપાઇ ચુક્યા છે.

મગદલ્લા રોડ પર ચાઇના ટાઉનમાં રહેતા રાજેશ ભોગીલાલ જરીવાલા સચિન જીઆઇડીસી ખાતે રાજેશ ટેકસ્ટાઇલ નામથી લુમ્સનું કારખાનું ધરાવે છે. 6 જુલાઇએ તેઓ સવારે રૂ 5 લાખ લઇને કારખાને ગયા હતા. કારખાના નજીક કારમાંથી બહાર નીકળતાં તેઓ પર થી સાત લુટારૂંઓએ તલવારથી હુમલો કરી રૂ 5 લાખ ભરેલી બેગની લૂંટ ચલાવી હતી. પોલીસે બાતમીના આધારે લૂંટ ચલાવનાર અજય પાટીલને ઝડપી પાડ્યો હતો ત્યાર બાદ વધુ એક આરોપી અમર ઉર્ફે અમન ઓમકાર સોલંકી (રહે.કાપોદ્રા ભૈયાનગર કાલાપુર પહેલા માળે)ને અમદાવાદથી ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન અમરને લૂંટની ટીપ રાજેશભાઈના કારખાનામાં કામકરતાં સુકાંત ઉર્ફે શ્રીકાંત ગૌડાની સંડોવણી બહાર આવી હતી.