• Gujarati News
  • આચાર્ય ભગવંતો સામૈયા સાથે પધરામણી કરશે

આચાર્ય ભગવંતો સામૈયા સાથે પધરામણી કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડાદિવસો પહેલા પૂર્ણ થયેલા પવિત્ર ચાતુર્માસ બાદ વિવિધ જૈન સંઘ ખાતે બિરાજમાન આચાર્ય ભગવંત અને સાધુ-સાધ્વીજીઓ હવે વિહાર માટે અન્યત્ર જઈ રહ્યાં છે. જેમાં સગરામપુરા જૈન સંઘની ખાતે પણ આચાર્ય ભગવંત વિહાર માટે આજે બપોરે આવી પહોંચશે. સગરામપુરા જૈન સંઘની આગ્રહભરી વિનંતીથી ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય રામચંદ્રસૂરી મહારાજના સામ્રાજ્યવર્તી પૂજ્ય આચાર્ય મહાબલીસૂરી મહારાજ તથા વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય મહાબલીસૂરી મહારાજ આદિ ઠાણા સોમવારે બપોરે 2:30 કલાકે વાજતેગાજતે સામૈયાસહ પધરામણી કરશે. સામૈયા બાદ 3:30 કલાકે સગરામપુરા જૈન વાડી ખાતે વ્યાખ્યાન પ્રવચન ફરમાવશે. જેમા મોટી સંખ્યામાં સંઘના લોકો ઉમટી પડશે.