• Gujarati News
  • સ્ટેશને વાસી ખોરાક વેચતી બે કેન્ટીન બંધ

સ્ટેશને વાસી ખોરાક વેચતી બે કેન્ટીન બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસાફરોનીફરીયાદને પગલે રેલવેના અધિકારીઓ દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે હાથ ધરાયેલા ચેકીંગમાં બે કેન્ટીનોમાં વાસી ખોરાક વેચાતો હોવાનું બહાર આવ્યું હતું. રેલવેના અધિકારીઓએ બંને કેન્ટીનોના કોન્ટ્રાક્ટરોને નોટીસ ફટકારી તાત્કાલીક અસરથી કેન્ટીનો બંધ કરાવી દેવામાં આવી હતી.તેવી રીતે સુલભ શૌચાલયના કોન્ટ્રાક્ટર દ્વારા મુસાફરો પાસે વધુ નાણા વસૂલાતા હોવાનું ધ્યાન પર આવતા કોન્ટ્રાકટરને દંડ ફટકારવામાં આવ્યો હતો.

સુરત રેલવે સ્ટેશને કેટલીક કેન્ટીનોમાં વાસી ખોરાક વેચાતો હોવાની ફરીયાદો ઉઠી હતી. સુરત રેલવે સ્ટેશન ખાતે એઆરએમ સહીતના અધિકારીઓની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરતા પ્લેટ ફોર્મ નંબર 1 ખાતે ટી સ્ટોલનો કોન્ટ્રાક્ટ ધરાવતા મહેશ એલ. ગુપ્તા ને ત્યાથી અને પ્લેટફોર્મ નંબર 2-3 ખાતે ટી સ્ટોલનો કોન્ટ્રાક્ટ ધરાવતા રવિ ભારદ્વાજને ત્યાથી વાસી બટાકાનું શાક મળી આવ્યું હતું. જેથી બંને કેન્ટીનના કોન્ટ્રાકટરોને દંડ ફટકારાયો હતો. બાબતે ડીઆરએમને રીપોર્ટ કરાતા બંને કેન્ટીનોના કોન્ટ્રાકટરોને નોટીસ ફટકારી તાત્કાલીક અસરથી બંધ કરાવી દેવાની સૂચના અાપી હતી. જેથી એઆરએમએ બંને કેન્ટીન તાકીદે બંધ કરાવી દીધી હતી.

અનેક ફરિયાદો હતી

મુસાફરોનીફરીયાદને પગલે અમે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં રવિ ભારદ્વાજ અને મહેશ ગુપ્તા નામના કોન્ટ્રાકટરોને ત્યાથી બટાકાનું વાસી શાક મળી આવ્યું હતું. > એસ.કે.યાદવ,ARM