• Gujarati News
  • 12.75 લાખના યાર્નની ટ્રકની ચોરી

12.75 લાખના યાર્નની ટ્રકની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : પાંડેસરારહેતા ટ્રાન્સપોર્ટર સંતોષ પાંડેએ શુક્રવારે મજુરાગેટ પાસેના નિવેજ ટ્રાન્સપોર્ટમાંથી ટ્રકમાં રૂ.12.75 લાખનું યાર્ન સેલવાસ પહોંચાડવાનું હતું. જોકે પ્રતિબંધીત સમય શરૂ થઈ ગયો હોવાથી તે ટ્રક પાંડેસરા કૈલાસનગર પાસે પાર્ક કરી ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસે જોતાં ટ્રક ગાયબ હતી.દરમ્યાન ટ્રક પલસાણા નવા ટોલનાકા પાસે નધણીયાતી હાલતમાં મળી આવતા સંતોષે ખટોદરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.