તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કિન્નરોએ રાંદેરના ગુમ બે બાળકોને મા બાપ સાથે મેળાપ કરાવી આપ્યો

કિન્નરોએ રાંદેરના ગુમ બે બાળકોને મા-બાપ સાથે મેળાપ કરાવી આપ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિન્નરોએટ્રાફિક અંગે શહેરીજનોને જાગૃતિના પાઠ શીખવ્યા બાદ રાંદેરના ગુમ થયેલા બે બાળકોને હેમખેમ માતા-પિતા સુધી પહોંચાડી માનવતા મહેંકાવી હતી.

બન્યું એવું કે, રાંદેરની આશાપુરી સોસાયટી ખાતે ડાપુ લેવા આવેલા માટે કિન્નરો આશાકુંવર, મનીષકુંવર, શિવાની કુંવર, મંજુ કુંવર નીકળ્યા હતાં. સાંજના સુમારે તેમને 4 વર્ષય જગા પંચરત્ન બિસ્વાલ તથા 3 વર્ષીય મામા બસંગ બીરાગ (બંને રહે-રામનગર, પોલીસ કોલોની) બે બાળકો રડતા મળી આવ્યા હતાં. કિન્નરોએ રડતા બાળકો માતા-પિતાથી વિખુટા પડી ગયા હોવાનુ જણાયું હતું. તેથી આશાપુરી સોસાયટીમાં ફરી ફરીને બાળક કોનું છે ઓળખો છો તેમ કહેતા ફરતા રહ્યાં હતાં.

50 જેટલા ઘરોમાં ફરવા છતાં કોઈ પત્તો લાગ્યો હતો તેથી બે બાળકોને રાંદેર પોલીસને સોંપવા જવાનુ નક્કી કરી રાંદેર પોલીસ મથકે પહોંચ્યા હતાં. ત્યાં બાળકોના માતા-પિતા પોતના બાળક ગુમ થયા હોવાની ફરિયાદ આપવા આવ્યા હતાં. તેઓનો ભેટો થઈ જતાં માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્યો હતો. બંને ગુમ થઈ ગયેલા બાળકોને જોઈ માતા-પિતા હર્ષના આંશુ સરી ગયા હતા અને ભાવનાત્મક દ્રશ્ય સર્જાયા હતાં. તેઓએ કિન્નરોનો આભાર માન્યો હતો.