• Gujarati News
  • વકીલ કીરીટ પાનવાલાને કોર્ટની શો કોઝ

વકીલ કીરીટ પાનવાલાને કોર્ટની શો-કોઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: મજૂરા સ્થિત એક મિલકતના કબજા બાબતની મેટરમાં રીવીઝન દાખલ કર્યા બાદ આજે એડિશનલ સેશન્સ જજ વંછાણીની કોર્ટમાં વકીલો વરચે દલીલ ચાલી રહી હતી ત્યારે એડવોકેટ કીરીટ પાનવાલાએ નીચલી કોર્ટના હુકમ સામે વાંધો લીધો હતો. આ બાબતો અંગે કોટર્ે આ ોપ નહીં કરવા જણાવ્યુ હતુ. અંતે વાત કન્ટેમ્પ પ્રોસિડિંગ સુધી પહોંચી હતી જેમાં કોટર્ે વકીલ કીરીટ પાનવાલાને શો-કોઝ આપી સાત દિવસમાં જવાબ માંગ્યો હતો.
આ કેસની વિગત એવી છે કે આજે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જજ વાંછાણીની કોર્ટમાં મજૂરાની એક મિલકત બાબતે રીવીઝન બાબતની પ્રોસિઝર ચાલી રહી હતી ત્યારે એડવોકેટ કીરીટ પાનવાલાએ મેજિસ્ટ્રેડના અગાઉના હુકમ સામે વાંધો ઉઠાવ્યો હતો.