• Gujarati News
  • વૃક્ષોના આવરણ સાથે કિલ્લાની ઐતિહાસિકતાનું ચીરહરણ

વૃક્ષોના આવરણ સાથે કિલ્લાની ઐતિહાસિકતાનું ચીરહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃક્ષોના આવરણ સાથે કિલ્લાની ઐતિહાસિકતાનું ચીરહરણ

ફોટો સ્ટોરી

કનૈયા પાનવાલા

હેરિટેજ વેલ્યુ ધરાવતા 1540માં અસ્તિત્વમાં આવેલા સુરત શહેરના ચોકબજારના કિલ્લાની ઐતિહાસિકતા હવે નામશેષ થવાના આરે છે. એક સમયના સુરતના પ્રવેશદ્વાર ગણાતા ઐતિહાસિક કિલ્લાના કાંગરા ખરી રહ્યા છે, દીવાલનાં પોપડાં ખરી રહ્યાં છે, વૃક્ષો કિલ્લાની દીવાલ ચીરીને બહાર નીકળી આવ્યા છે. જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે મૃત:પ્રાય બની ચૂકેલા કિલ્લાના ભોગે વૃક્ષોએ પોતાનું જીવન શરૂ કરી દીધું છે. ઐતિહાસિક કિલ્લાનું અસ્તિત્વ ખતમ થવાને આરે છે ત્યારે લોકોએ પણ તેની ઐતિહાસિકતાની અવગણના કરીને કિલ્લાની આસપાસ ગંદકીના ઢગ ખડકી દીધા છે.મૃત્યુશૈયા ઉપર ટકેલા કિલ્લાની આસપાસ શૌચક્રિયા,ગંદકી અને દારૂના અડ્ડાને કારણે કિલ્લાની હેરિટેજ વેલ્યુને તો નહીં, પરંતુ સુરત શહેરની ઇમેજને જરૂર બટ્ટો લાગ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ ચોકબજાર વિસ્તારમાં આવેલા કિલ્લા સહિત નગીનચંદ હોલ, સોરાબજી ટ્રેનિંગ કોલેજ અને જૂની સિવિલ હોસ્પિટલની ઇમારતને જાળવી રાખવા માટે અને હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવાનો નિર્ણય બે વર્ષ અગાઉ કર્યો હતો. જોકે આજે વાસ્તવિકતા કઇંક જુદી છે.