• Gujarati News
  • દરોડો પડતા લિંગ પરીક્ષણ કરનાર મહિલા તબીબ ફરાર

દરોડો પડતા લિંગ પરીક્ષણ કરનાર મહિલા તબીબ ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાંએક કલીનિંકમાં ગર્ભ પરીક્ષણ થતી હોવાની ફરિયાદને લઇને સુરત જીલ્લા આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડયા હતા.જો કે આરોગ્ય ટીમ પોલીસ સાથે પહોંચે તે પહેલા મહિલા તબીબ કલીનીકના પાછળના દરવાજાથી ભાગી છૂટી હતી.

સુરત જીલ્લા આરોગ્ય અધિકારી ડો મેઘા મહેતાને ફરિયાદ મળી હતી કે વરાછા વિસ્તારની રિધ્ધી સિધ્ધી ક્લિનિક ચલાવતા ગીતાબેન માંગૂકીયા ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી રહી છે. જેથી જીલ્લા આરોગ્યની ટીમે ક્લિનિકમાં થોડા દિવસોથી સતત વોચ ગોઠવી હતી. જેમાં 13 નવેમ્બરે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ડમી પેશન્ટને ગીતાબેન માંગુકીયા પાસે મોકલવામાં આવ્યા હતા. ચર્ચા થયા બાદ લીંગ પરિક્ષણ કરાયું હતું. જેમાં બાબો હોવાનું કહી ડમી પેશન્ટ પાસેથી સાત હજાર વસૂલાયા હતા. બાદમા જીલ્લા આરોગ્યની ટીમે પોલીસને સાથે રાખી ગીતાબેનના ક્લિનિક પર પહોંચી ગયા હતા. જો કે ગીતાબેનને ગંધ આવી જતા તેઓ કલીનીકના પાછળના દરવાજાથી ભાગી છૂટી હતી.કલીનીકમાં તપાસ કરતા સોનોગ્રાફી મશીન તથા પ્રોબ ઉપરાંત એલોપથી દવાઓ મળી આવી હતી.