• Gujarati News
  • પાંડેસરામાં ગેસ લિકેજથી આગ લાગતા ચાર દાઝ્યા

પાંડેસરામાં ગેસ લિકેજથી આગ લાગતા ચાર દાઝ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરાનીગણેશનગરના એક મકાનમા ગેસ લિકેજ થઈ ગેસ રૂમમા ફેલયો હતો તે દરમિયાન રસોઈ બનાવવા સ્ટવ ચાલુ કરવામા આવતા ફ્લેશ ફાયર થતા રૂમમા હાજર ચાર મિત્રો દાઝી ગયા હતા. તે�\\\"ને સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરાની ગણેશનગર ખાતે સુરેન્દ્ર શેઠની ચાલ ખાતે ચાર મિત્રો લલન સુનીલ કેવટ (24), અખીલેશ ગુપ્તેશ્વર (35), લલ્લુ સરેન્દ્ર (20), તથા પપ્પુ સુર્યદેવ (35) ભાડેથી રહે છે. ગુરુવારના રોજ મોડી સાંજના સુમારે ચારેય મિત્રો હાજર હતા ત્યારે લલન ગેસનો ચુલો સળગાવવા જતા અચાનક આગ ફેલાઈ ગઈ હતી. અને ચારેય મિત્રો વધતે�\\\"છે અંશે દાઝી ગયા હતા. અા ઘટનાને પગલે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને ગુડ્ડુ નામનો રહીશ સારવાર અર્થે તમામને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચારેય ડાઈગ પ્રિટીંગ મિલમા કાર કરે છે. ગેસ સિલિન્ડરમાં લિકેજ થતા તેને પગલે આગ લાગી હતી.