• Gujarati News
  • SVNITમાં જુ. વિદ્યાર્થીનું રેગિંગ કરતા પાંચ સિનિયરની ઘરપકડ

SVNITમાં જુ. વિદ્યાર્થીનું રેગિંગ કરતા પાંચ સિનિયરની ઘરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસવીએનઆઇટીકોલેજમાં બુધવારે સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીને ગેટ બહાર બોલાવી માર માર્યો અને તેના વાળ કાપ્યા હતા. જુનિયર વિદ્યાર્થીએ કોલેજમાં પાંચેય વિદ્યાર્થી સામે રેગિંગની ફરિયાદ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.પોલીસ દ્વારા હાલ મામલે તપાસ કરી કરવામાં આવી રહી છે. આખરે ગુનો દાખલ કરી 5 સિનિયર વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. એસવીએનઆઇટીમાં કોલેજના ગેટની બહાર પાંચ સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીને રાજેશ ચાવલા(નામ બદલ્યું છે.) ગેટ પાસે બોલાવીને તેને ગાળો ભાંડી, તમાચા માર્યા હતા. બાબતે વિદ્યાર્થીએ કોલેજમાં ફરિયાદ કરતા કોલેજ સતાધીશો દ્વારા કમિટી બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. કમિટીને પ્રાથમિક ધોરણે રેગિંગની ફરિયાદ કમિટીએ રીપોર્ટ સાથે ઉમરા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ભોગ બનનાર વિદ્યાર્થી અને આરોપી વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થ બંને એક ગામના છે અને જુની અદાવત ધ્યાનમાં રાખીને તેને માર મારવામાં આવ્યો છે.

24 કલાક બાદ ગુનો નોંધાયો

એસવીએનઆઈટી કોલેજમાં બનેલી રેગીંગની ઘટનામાં કોલેજના સત્તાધીશો દ્વારા 13 તારીખે ઉમરા પોલીસ ને જાણ કર્યાના 24 કલાક બાદ 14મી ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને રેગીંગ કરનારા પાંચ સીનીયર વિદ્યાર્થીઓની અટક કરવામાં આવી હતી.

કમિટી બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.કમિટિને પ્રાથમિક ધોરણે પાંચ વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યુ હોવાનું લાગતા તેમના રિપોર્ટ સાથે ઉમરા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. > ડો.પી.ડી.પૌર, ડિરેક્ટર,એસવીએનઆઇટી

પાંચ સામે ફરિયાદ♦ હતી