• Gujarati News
  • લોન કૌભાંડમાં સોગંધનામું રજૂ

લોન કૌભાંડમાં સોગંધનામું રજૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સુરત નેશનલ કો.ઓ.બેન્કમાથી લેવાયેલી નવ લાખની કાર લોન લઈ રૂપિયા નહીં ભરી કાર સાથે જ પલાયન થઈ જવાના કેસમાં આજે બેન્ક વતી કોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી હતી. જેમાં લોન લેનારા પંચૂ વિભાતી મંડલના માહિતી અપાઈ હતી ઉપરાંત આ કેસમાં પોલીસ ગીરફતમાં આવેલાં એસ.દાસને આજે કોટર્ે પાંચ દિવસના રીમાન્ડ આપ્યા હતા. ઉપરાંત કોર્ટમાં આ જ ગુનાના અન્ય એક આરોપી દિલીપ સુતરીયાની જામીન અરજીના વિરોધમાં એડવોકેટ નરેશ ગોહિલ હસ્તક ભોગ બનનારનું સોંગધનામુ રજૂ કરાયુ હતુ.