• Gujarati News
  • ઉત્રાણ ખાતે પાલિકાના રીઝર્વ પ્લોટ પરથી ૩૦ ઝુપડા હટાવાયા

ઉત્રાણ ખાતે પાલિકાના રીઝર્વ પ્લોટ પરથી ૩૦ ઝુપડા હટાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરભરમાં ચાલી રહેલ વિવિધ વિકાસના કામોને લઇ વિવિધ દબાણો દુર કરવામાં આવી રાા છે. કતારગામ ઝોન દ્વારા પણ બુધવારે વિકાસના કામોને નડતરરૂપ વિવિધ દબાણો હટાવ્યા હતા.શહેરભરમાં થઇ રહેલા વિવિધ વિકાસના કામોને લઇ તેને નડતર રૂપ દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં બુધવારે કતારગામ ઝોન દ્વારા ટીપી ૨૭ ઉત્રાણ કોસાડ પર તળાવ ફળીયા ખાતે પાલિકાના રીઝર્વ પ્લોટ પર તાણી દેવામાં આવેલ ઝુંપડાઓનું ડિમોલિશન કરવામાં આવ્યુંં હતું. ધીરૂભાઇના ચાલના અંદાજે ૩૦ જેટલા ઝુંપડાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૪૫૦૦ ચોરસફુટ રસ્તો ખુલ્લો કરાયો હતો તમામ ઝુંપડાવાસીઓને વૈકલ્પીક આવાસોની ફાણવણી પણ કરી દેવામાં આવી હતી.