• Gujarati News
  • લિંબાયત ચોકબજાર માંથી ૮ જુગારી ઝડપાયા

લિંબાયત-ચોકબજાર માંથી ૮ જુગારી ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયત અને ચોકબજાર ભરીમાતા વિસ્તાર માં ચાલતા ત્રણ જુગારધામો પર પોલીસે છાપા મારી ૮ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી રૂ. ૩ હજારથી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લિંબાયત પોલીસને કાંતીનગર કોલોની દરગાહ પાસે જુગારધામ ધમધમતુ હોવાની બાતમી મળી હતી જેના આધારે લિંબાયત પોલીસે છાપો મારી જુગાર રમતા ૪ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી અંગઝડતી ના તેમજ દાવ પરના મળી કુલ રૂ.૨૧૭૫ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેવીજ રીતે ચોકબજાર પોલીસ ને ભરીમાતા પાલીયાગ્રાઉન્ડ પાસે બે જગ્યાએ જુગારધામો ધમધમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ચોકબજાર પોલીસે છાપા મારી ૪ જુગારીઓને ઝડપી પાડયા હતા પોલીસે ઝડપાયેલા ચારેય પાસેથી રૂ. ૯૯૦ નો મુદ્દામાલ કબ્જે કર્યોહતો.