• Gujarati News
  • લાજપોર જેલ માંથી વધુ બે મોબાઈલ ફોન ઝડપાયા

લાજપોર જેલ માંથી વધુ બે મોબાઈલ ફોન ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાજપોર મઘ્યસ્થ જેલ માં ઝડતી સ્કવોડે છાપો મારી ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં જેલના એક બેરેકની લોબી માંથી વધુ બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
લાજપોર મઘ્યસ્થ જેલ માંથી થોડા થોડા દીવસે મોબાઈલ ફોન અને સીમકાર્ડ ઝડપાઈ રાા છે. અમદાવાદના જેલર ગ્રુપ ઝડતી સ્કવોડ દ્વારા સોમવારે મોડી રાત્રે લાજપોર મઘ્યસ્થ જેલ માં છાપો મારી આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં ઝડતી સ્કવોડને લાજપોર મઘ્યસ્થ જેલના કવોટન્ટાઈન બેરેક મા આવેલા બેરેક નં.૧ ની લોબી માંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઝડતી સ્કવોડ દ્વારા ચેકીંગ શરૂ કરાતા કોઈક ઈસમે આ મોબાઈલ ફોન ત્યા નાંખી દીધા હોય આ મોબાઈલ ફોન જેલ માં કોણ વાપરતુ હતુ તે જાણી શકાયુ ન હતુ.