• Gujarati News
  • ઈરછાનાથ પાસે મહીલાના અછોડાની ચીલઝડપ

ઈરછાનાથ પાસે મહીલાના અછોડાની ચીલઝડપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈરછાનાથ ખાતે રહેતા વડોદરા ફુડ એન્ડ ડ્રગ વિભાગના મહીલા હેડ કલાર્કના ગળામાંથી ઘર આંગણે બાઈક પર આવેલા બે અજાણ્યાઓ સોનાનો અછોડો તોડી પલાયન થઈ ગયા હતા. બનાવ સંદર્ભે ઉમરા પોલીસ મથક માં ફરીયાદ નોંધાતા પોલીસે ચેઈન સ્નેચરોની શોધખોળ હાથ ધરી છે. ઈરછાનાથ ઉમરા રોડ એસ. કે. પાર્ક સોસાયટી ખાતે રહેતા વાસંતીબેન રમેશચન્દ્ર પંચાલ (૫૬) વડોદરા ખાતે ફુડ એન્ડ ડ્રગ વિભાગની લેબોરેટરી માં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવે છે. બે દિવસ અગાઉ તેઓ નોકરી પર થી પરત ફરી ઘરે જતા હતા. ત્યારે તેમની સોસાયટીની બહાર બે અજાણ્યા યુવકો બાઈક પર સવાર થઈ તેમની નજીક આવ્યા હતા અને વાસંતીબેને પહેરેલો રૂ. ૨૫ હજારની કીમતનો સોનાનો અછોડો આંચકી ને નાસી છુટયા હતા.