• Gujarati News
  • ૯૦ હજાર એમ્બ્રોઇડરી મશીન પર સર્વિસ ટેકસનો સકંજો

૯૦ હજાર એમ્બ્રોઇડરી મશીન પર સર્વિસ ટેકસનો સકંજો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાછલાં વર્ષોની બાકી કાઢશે તો યુનિટ સંચાલકો વધુ મુશ્કેલીમાં મૂકાશે
સર્વિસ ટેકસ વિભાગે શહેરમાં ઇન્સ્ટોલ ૯૦૦૦૦ જેટલાં એમ્બ્રોઇડરી મશીન બાબતે કેટલાંક ટેકનિકલ ઇશ્યુ ઊભા કરતાં એમ્બ્રોઇડરી યુનિટ સંચાલકો દોડતાં થઈ ગયા છે. ખાસ કરીને જેઓ જોબવર્ક કરે છે તે અને મશીન સર્વિસ અને ઈન્સ્ટોલેશન કામ કરે છે તેવા સંચાલકો સર્વિસ ટેકસના સાણસામાં આવતા આવનારા સમયમાં જોબવર્ક મોંઘુ થાય એવા અણસાર દેખાઈ રાા છે. જાણકારોના મતે અધિકારીઓ જો પાછલાં વર્ષોની જો બાકી કાઢશે તો એમ્બ્રોઇડરી યિુુનટ સંચાલકો વધુ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
નોંધનીય છે કે અગાઉ સર્વિસ ટેકસ વિભાગ દ્વારા ચાર એમ્બ્રોઇડરી યુનિટ સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કેટલાંક ટેકનિકલ ઇશ્યુ સજાર્તા અધિકારીઓ ટેકસ ચોરીની જાહેરાત કરાવવામાં નિષ્ફળ રાા હતા. એટલે તપાસકર્તા અધિકારીઓ ડોકયુમેન્ટ લઈને પરત ફર્યા હતા.
એમ્બ્રોઇડરી યુનિટો આમ તો શહેરમાં છેલ્લાં પાચ-સાત વર્ષ દરમ્યાન ખૂબ વઘ્યા છે. તેની સંખ્યા ૯૦૦૦૦ હજારની નજીક છે. કાપડ પર એમ્બ્રોઇડરી વર્કની ડિમાન્ડની વધઘટ વરચે યુનિટ સંચાલકો બજારની ડિમાન્ડની સામે ઝીંક ઝીલતા આવ્યા છે.
જોબવર્ક પર ટેકસ અને મશીન ઈન્ટોલેશન અંગે વિખવાદ
સર્વિસ ટેકસ વિભાગ દ્વારા દરોડા બે કારણોસર પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રાુ છે એક તો જોબવર્ક પર ટેકસ લાગે કે કેમ એનો વિવાદ છે. બીજુ જે મશીન કંપનીઓ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં કરવામાં આવ્યા છે તેનો પણ વિવાદ છે. સર્વિસ ટેકસના અધિકારીઓ એવું માને છે કે કંપની જો જે તે એમ્બ્રોઇડરી મશીન ધારકને મશીન ઇન્સ્ટોલ કરી આપે તો એવા તમામ મશીન પર સર્વિસ ટેકસ ભરવો પડે. આ ટેકસ મશીન ઇન્સ્ટોલ કરનારાએ ભરવો પડે નહીં કે કરાવનારે. જોકે. આમાં એમ્બ્રોઇડરી યુનિટ ધારકોની દલીલ એ છે કે જયારે મશીન આવે છે ત્યારે બીલમાં મશીન ફીટ કરાવવાનો ચાર્જ ઉમેરેલો જ હોય છે. એટલે અલગથી કોઈ ચાર્જ અપાતો નથી માટે સર્વિસ ટેકસ નહીં લાગે.
પહેલીવાર તપાસ થઈ
સર્વિસ ટેકસ સાથે જોડાયેલા સૂત્રો કહે છે કે એમ્બ્રોઇડરી મશીન સંચાલકોને ત્યાં પહેલીવાર દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસમાં જયાં ડિપાટર્મેન્ટ એક તરફ ટેકસ લેવા મક્કમ લાગે છે ત્યાં એમ્બ્રોઇડરી સંચાલકો પણ ટેકનિકલ ઇશ્યુ હોવાથી જલદી ટેકસ ભરવા રાજી લાગતા નથી. જો ડિપાટર્મેન્ટ આ રીતે જ ટેકસ વસુલવા દરોડા પાડશે તો ૯૦૦૦૦ મશીન બાબતે ટેકસનો ઇશ્યુ ઊભો થશે. નોંધનીય છ