• Gujarati News
  • ગરમીનો પારો ઘટતા શહેરીજનોને હાશકારો

ગરમીનો પારો ઘટતા શહેરીજનોને હાશકારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સુરત શહેરનુ તાપમાન ગુરૂવારના રોજ ખુશ્નુમાં રહયુ હતુ. તેમાં સવારથી બપોરના સમયે લોકો છેલ્લા વીસ દિવસથી જે તીવ્ર બાફ અનુભવતા હતા તેમાંથી મુકિત મળી હતી. આ ઉપરાંત તાપમાન પણ ઘટી જતા લોકોને રાહત રહી હતી. ગુરૂવારના રોજ સુરત શહેરનુ મહત્મ તાપમાન ૩૪ ડિગ્રી જેટલુ નોંધાયુ હતુ, અલબત્ત સાઉઠ વેસ્ટના ૧૫ કિલોમીટરની ઝડપે ફૂંકાતા વરસાદી પવનોને કારણે બાફનુ પ્રમાણ ૭૫ ટકા જેટલુ હોવા છતા આ બાફ લોકોને લાગ્યો ન હતો. દરયિમાન લોકોને તીવ્ર બાફમાંથી છુટકારો મળ્યો હતો. આમ ગુરૂવારના રોજ શહેરનુ તાપમાન ખુશ્નુમાં રાુ હતુ.