• Gujarati News
  • આટલું કરવા પદાધિકારીઓએ કરેલી તાકીદ

આટલું કરવા પદાધિકારીઓએ કરેલી તાકીદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જર્જરિત ટેનામેન્ટ્સની હાલતનો સ્ટેટસ રિપોર્ટ કરવા માટે મેયરનો આદેશ
સ્થળાંતર માટેના લોકેશન્સ ચેક કરાશે
શહેરને માથે ચોમાસું દસ્તક દઈ રાું છે. પાલિકાની પણ ચિંતા વધી છે. આનેલીધે સોમવારે ચોમાસા માટેની તૈયારી કેવી છે? તેનો તાગ મેળવવા માટે મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓએ વહીવટી તંત્ર સાથે પ્રીમોન્સૂન કામગીરીની સમી ાા કરી હતી. તેમાં મેયરે જર્જરિત ટેનામેન્ટ્સની હાલતનો સ્ટેટસ રિપોર્ટ કરવાનો આદેશ કર્યોહતો. જયારે, સ્થાયી સમિતિના અઘ્ય ો સ્થળાંતર કરવા માટે નક્કી કરેલી જગ્યાઓ જ પાણીથી ધેરાઈ જાય તેવી છે કે નહીં તેની તપાસ કરી લેવાનું ફરમાન કર્યું હતું.
મેયર નિરંજન ઝાંઝમેરા, સ્થાયી સમિતિના અઘ્ય ા રાજેશ દેસાઈ, ડેપ્યુટી મેયર દયાશંકરસિંઘ, શાસકપ ાના નેતા આર.કે. લાિઠયા સહિતના પદાધિકારીઓએ કમિશનર એમ.કે. દાસ અને ઉરચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક અંગે મેયરે કાું કે, બેઠકમાં જુદા જુદા વિભાગો દ્વારા તેમણે ચોમાસાને લઈને કરેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન કર્યું હતું. ત્યારબાદ વહીવટી તંત્રને સૂચન કરાયું હતું કે, જર્જરિત ઇમારતોને નોટિસ આપીને તેને દૂરસ્તી માટેની તાકીદ કરાઈ છે, પણ પાલિકાએ જ બનાવેલા ટેનામેન્ટ્સની હાલત પણ ઘણી દયનીય છે. તેના સંદર્ભમાં પણ ગંભીરતાથી પગલાં ભરાય. ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ઊભી થાય તેવી છે કે નહીં? તે ચકાવી જોવા માટે પહેલાં તમામ ટેનામેન્ટની હાલની સ્થિતિનો સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરાવવાનું ફરમાન કર્યું છે. નજીકના ભૂતકાળમાં આંજણા ટેનામેન્ટ, અલથાણ ટેનામેન્ટને રિડેવલપ કરવા માટેની તૈયારી પણ કરી હતી. તેમાં અલથાણ ટેનામેન્ટમાં સફળતા નથી મળી. છતાં ફરી પ્રયત્નો જારી રાખવામાં આવે તેવું સૂચન કરાયું હતું.
સ્થાયી સમિતિના અઘ્ય ા રાજેશ દેસાઈએ એવી હકીકતને ઘ્યાને મૂકી હતી કે, એક જગ્યાએ પાણીમાં ફસાયેલાં લોકોને બીજી જગ્યાએ સ્થળાંતર કરાવાય છે તે સ્થળાંતર કરવા માટે નક્કી કરેલાં લોકેશન્સ નીચાણવાળા વિસ્તારમાં નહીં હોય તેની ચકાસણી કરી લેવાય.
બ્રિજના સ્પાન જયાં જયાં બન્યાં છે ત્યાં નીચે સફાઈ કરાવીને પેચવર્ક કરીને સર્વિસ રોડ તૈયાર કરાવાય.
બ્રિજના સ્પાનનું કામ ચાલુ હોય ત્યાં રાત્રિના સમયમાં કામ કરાય
વિયર કમ કોઝવેનું રિપેરિંગ તાકીદની અસરથી પુરું કરાવાય
ખાડી અને નદી કિનારાઓની સફાઈ કરાવી દેવાઈ
૧૫મી જૂન સુધીમાં ખોદકામ બંધ કરાવી કામ સેઇફ મોડ ઉપર લાવી દેવાય