• Gujarati News
  • ભેસ્તાનમાં મોડી રાત્રે પાવરલૂમ યુનિટો બંધ કરાયા

ભેસ્તાનમાં મોડી રાત્રે પાવરલૂમ યુનિટો બંધ કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા11 દિવસથી પાવર લુમ્સ ઉદ્યોગમાં વરાછા, વેડરોડ સહિતના વિસ્તારના કારીગરો મજુરીના દર વધારાની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે. શુક્રવારે મોડી રાત્રે ભેસ્તાનમાં પણ તોફાની તત્વોએ કેટલાક પાવરલૂમ યુનિટો બંધ કરાવ્યા હતા. શહેરના વેડરોડ, વરાછા, કાપોદ્રા, કતારગામ નવી જુની જીઆડીસી, પંડોળ અને ફટાકડાવાડી બાદ હવે પાવર લુમ્સના કારીગરોએ લિંબાયત વિસ્તારના વીવર્સ પાસે મજુરીના દરમાં વધારાની માંગણી કરી છે. શુક્રવારે મોડી રાત્રે ભેસ્તાનમાં પણ કેટલાક પાવરલૂમ યુનિટો બંધ કરાવી દેવાયા હતા.