• Gujarati News
  • વ્યારા : મૂળસુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ખાતે શ્રીનાજી કોમ્પલેક્સમાં રહેતા અને હાલ નોકરી

વ્યારા : મૂળસુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ખાતે શ્રીનાજી કોમ્પલેક્સમાં રહેતા અને હાલ નોકરી અર્થે મુંબઈના ગોરેગાંવ ખાતે રહેતા ઉજવલકુમાર હેમંતભાઈ શાહ તથા રિદ્ધિબહેન ઉજવલ શાહઅને...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના વ્યારાખાતે ટુર આયોજક દ્વાર 4 સપ્ટેમ્બરના રોજ કાશ્મીર પ્રવાસ આયોજન કર્યુ હતું. જેમાં સુરત તાપી, વલસાડ, નવાસારીના 100 વ્યક્તિઓ પ્રવાસમાં જોડાયા હતાં. જોકે, કાશ્મીર પ્રવાસમાં કુદરતી પ્રકોપના કારણે તમામ પ્રવાસીઓ શ્રીનગરની એક હોટલમાં ફસાઈ જતા ને લઈ આયોજકો તેમજ પરિવારજનોની મુશ્કેલી વધી હતી. પ્રવાસો સાથે સંપર્ક થતાં પરત આવવાની અવઢવ વધી હતી. જે અંતર્ગત બુધવારના રોજ સવારે ટુર આયોજક ચિરાગ કોઠારી દ્વારા તેની પત્નીનો સંપર્ક કરી સબસલામતીનુ જણાવી તેમજ હાલ વરસાદ બંધ હોય બધુ વ્યવવસ્થિત રહેશે તો ત્રણ દિવસ બાદ પરત વ્યારા ખાતે આવી જવાની સંભાવના વ્યક્ત કરી હતી.
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કોઠારી હોલી ડેના આયોજક ચિરગા કોઠારી દ્વારા પાંચ દિવસનું કાશ્મીર પ્રવાસ આયોજન કરતાં જે ટુર 4 સપ્ટેમ્બરના રોજ વ્યારાથી ઉપાડી હતું. સુરત, તાપી, વલસાડ, નવસારી સહિત કુલ 100 વ્યક્તિઓ જોડાયા હતાં. જો વડોદરાથી વિમાન માર્ગે બરોડાથી વાયા દિલ્હી થઈ શ્રીનગર એરપોર્ટ પર ઉતર્યા હતાં. જ્યાંથી 25 કિમી દૂર દાલલેક પાસે હોટલ સન એન્ડ સાઈનમાં રોકાયા હતાં જ્યાં કાશ્મીર ખીણમાં ભારે વરસાદ અને પૂરના કારણે હોટલમાં ફસાઈ ગયા હતાં. ગત 9મી સપ્ટેમ્બરે પ્રવાસીઓ રૂટ પ્રમાણે પરત આવવાના હતાં. પરંતુ હોટલ નજીક પાણી અને એરપોર્ટ પહોંચવાના વિવિધ માર્ગો પર પાણી હોવાના કારણે તમામ પ્રવાસી 9મી સપ્ટેમ્બરે પરત આવવાના હોય પરંતુ એરપોર્ટ પહોંચી શક્યા હોવાથી તો પરત આવી શક્યા હતાં. તેમજ હોટલમાં રોકાઈ રહેવું પડ્યું હતું.
મોટી સંખ્યામાં લોકો ચાલુ વર્ષે ફરવા ગયા છે
ફરવા માટે ગયેલા વધુ 48 જેટલા સુરતીઓ જમ્મુ કાશ્મીરમાં ફસાયા
વ્યારાના 100 પ્રવાસીઓ 3 દિવસ બાદ પરત આવવાની શક્યતા
પ્રવાસીઓ સુરક્ષિત
બુધવારેસવારે શ્રીનગર રોકાયેલા પ્રવાસોમાં આયોજક ચિરાગ કોઠારીનો ટેલિફોનીક સંપર્ક થયો હતો તેમણે તમામ પ્રવાસીઓ સુરક્ષીત હોવાની સાથે પાણી ઉતરી જાય એટલે અંદાજિત 3 દિવસમાં પર ફરવાની વાત કરી હતી અને હોટલ દ્વારા જમવા માટે સહયોગ આપી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.’ > તેજલકોઠારી, ટુરઆયોજકની પત્ની
ટુરમાં ગયેલો મઢીનો શાહ પરિવાર કાશ્મીરમાં ફસાયો