િવશાલ વ્યાસ .સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િવશાલ વ્યાસ .સુરત
ટ્રેનમાંમુસાફરી કરતી વખતે રીઝ‌ર્વેશન સીટ કન્ફર્મ હોવા છતાં તે સીટ પર કોઇ હોય ત્યારે મુસાફરે ટિકીટ બતાવી સીટ પોતાની હોવાનો પુરાવો રજુ કરવો પડે છે. આવા તો અનેક અનુભવો મુસાફરોને થતા હોય છે. પરંતુ સુરતની મુલાકાતે આવેલા પશ્વિમ રેલવેના જનરલ મેનેજરે મુંબઇ જતી વખતે શતાબ્દીમાં આવી સાબિતી આપવી પડી હતી. જેને કારણે 10 મિનિટ સુધી સમગ્ર માથાકુટ થયા બાદ જીએમની સીટ પર બેસેલા મુસાફરો અન્ય સીટ પર ગયા હતા.
સુરત, ઉધનાના ઇન્સપેકશન માટે પહેલી વખત પશ્વિમ રેલવેના જીએમ હેમંત કુમાર શતાબ્દી મારફતે સુરત આવ્યા હતા. ઇન્સપેકશન બાદ શતાબ્દી મારફતે મુંબઇ પરત ફરવાના હતા ત્યારે તેમની અને ડીઆરએમની સીટ પર બે મુસાફરો આવીને બેસી ગયા હતા. તેજ સમયે શતાબ્દીમાં સાંસદ સી. આર. પાટીલ અમદાવાદથી સુરત આવ્યા હતા અને જીએમ અને સી. આર. પાટીલ વચ્ચે રેલવે સ્ટેશન પર વાતચીત ચાલતી હતી. ટ્રેન ઉપડવાનો સમય થતા જીએમ સીટ પર DRMની સાથે ગયા હતા. પરંતુ ત્યાં પહેલેથી બે મુસાફરો બેઠેલા હતા તેને કારણે તેઓએ સીટ પાસે જઇને કહેવુ પડયુ તે મારી સીટ છે.
પશ્વિમ રેલવેના જીએમએ કહેવું પડયું મારી સીટ છે
શતાબ્દિ ટ્રેનમાં માથાકુટ બાદ જીએમને સીટ મળી
ગેરસમજ થઈ હતી
અમદાવાદથીમુંબઇ જતી શતાબ્દીમાં પહેલેથી જીએમ, ડીઆરએમ, સિનિયર ડીસીએમ અને એડીઆરએમની સીટ પહેલેથી કન્ફર્મ હતી. પરંતુ વધારાનો કોચને કારણે આવી સ્થિતિ પેદા થઇ હતી. પરંતુ થોડા સમયમાં તેને નિપટાવી દેવામાં આવી હતી. > -એઆરએમ, સુરત
હેમંત કુમાર,
પ. રેલવે જીએમ