• Gujarati News
  • ડીંડોલીનવાગામ જકાતનાકા પાસે જૂની અદાવત રાખી બે મિત્રો પર

ડીંડોલીનવાગામ જકાતનાકા પાસે જૂની અદાવત રાખી બે મિત્રો પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીંડોલીનવાગામ જકાતનાકા પાસે જૂની અદાવત રાખી બે મિત્રો પર ચાર યુવાનોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત બંને મિત્રોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે પૈકી એક મિત્રનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસે ચારેય યુવાનો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
નવાગામ શ્રીનાથનગરના પ્લોટ નંબર 442માં રહેતો સંતોષસીંગ સાધુશરણસીંગ રાજપુત છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારે બપોરના અરસામાં સંતોષસીંગ તેના મિત્ર કનૈયા નવલસીંગ રાજપુત સાથે નવાગામ ડીંડોલી રોડ જકાતનાકા રેલવે પાટા નજીકથી જઇ રહ્યો હતો. દરમિયાન રાહુલ સેન્ડી, આનંદ મગન આગરે, મીન્ટુ લંગડો તથા બન્ટી બિહારી નામના ચાર યુવાનોએ અગાઉના ઝઘડાની અદાવત રાખી સંતોષસીંગ તથા કનૈયા પર ચપ્પુ વડે ઉપરા-છાપરી ઘા ઝીંકી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બુધવારે સવારે બે પૈકી કનૈયા નામના યુવાને દમ તોડી દીધો હતો. જેથી પોલીસે ચારેય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
જૂની અદાવતમાં બે યુવક પર હુમલો: એકનું મોત
ડીંડોલી રેલવે પાટા નજીકની ઘટના