• Gujarati News
  • અઠવાલાઈન્સ વિસ્તારમાં સગરામપુરામાં આવેલ સીતારામ મંદિરના મહંતને એક મહિલાએ

અઠવાલાઈન્સ વિસ્તારમાં સગરામપુરામાં આવેલ સીતારામ મંદિરના મહંતને એક મહિલાએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાલાઈન્સ વિસ્તારમાં સગરામપુરામાં આવેલ સીતારામ મંદિરના મહંતને એક મહિલાએ ફોન કરીને તમારા રૂપિયાની ચોરી તો નહીં થઇને અેવું પુછતા પુજારી ચોકી ગયો હતો. પુજારીએ કબાટ તપાસતા તેમાંથી 5 લાખ રૂપિયા ચોરાઇ ગયા હોવાનો ખુલાસો થયો હતો. પુજારીએ મહિલાને કોણ બોલો છો અેવું પુછતા ખબર પડી કે મંદિરમાં પુજારી તરીકે કામ કરતા યુવાનની પત્ની બોલી રહી છે. મંદિરમાં પુજારી તરીકે કામ કરતો યુવાન મહંતના રુમમાંથી રૂપિયા ચોરી કરીને ભાગી ગયો હતો.
અઠવા લાઈન્સ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સગરામપુરામાં સેન્ટ્લ બેંક નીચે સીતારામ નામનું રામજીનું મંદિર આવેલું છે. જેની દેખભાળ મહંત દયારામમ દાસ રાખે છે. તેઓ મંદિરમાં એક રુમમાં રહે છે. દોઢ વર્ષ પહેલા મંદિરમાં પૂજા માટે લક્ષ્મીપ્રસાદ પાંડેને રાખ્યો હતો. મુળ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાનો વતની લક્ષ્મીપ્રસાદ પણ મંદિરમાં રહેતો હતો. દર બે મહીને લક્ષ્મીપ્રસાદ તેના વતન જાય છે. ત્રણેક અઠવાડિયા પહેલા વતન ગયો ત્યારે સાથે 5 લાખ રૂપિયા હતા. આટલા બધા રૂપિયા જોઈને લક્ષ્મીપ્રસાદની પત્ની ચોંકી ગઇ હતી. લક્ષ્મીપ્રસાદને ખબર પડે રીતે તેણીએ મહંત દયારામને ફોન કરીને પૂંછ્યું કે તમારા રૂપિયા તો નહીં ચોરાયાને. ત્યારે મહંત દયારામને હેરાની થઇ કે અજાણી મહિલા આવું કેવી રીતે પુછી શકે. તેમ છતાં મંહત દયારામે પોતાના રુમમાં તપાસ કરતા તેમાંથી 5 લાખ રૂપિયા ગાયબ હતા.
મંદિરના મહંતે ફોન કરનાર મહિલાને પુછતા પોતાની ઓળખ મહિલાએ લક્ષ્મીપ્રસાદની પત્ની તરીકે આપી અને લક્ષ્મીપ્રસાદ 5 લાખ રૂપિયા લઇને ગામ આવ્યો હોવાનું જણાવ્યું હતું. મહંત દયારામે લક્ષ્મીપ્રસાદ વિરુદ્ધ અઠલા લાઈન્સ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તદપાસ હાથ ધરી છે.
પત્નીએ મંદિરના મહંતને ફોન કરી શંકા દર્શાવી તો પતિ ચોર નીકળ્યો
સગરામપુરા સીતારામ મંદિરના પૂર્વ પૂજારીના પરાક્રમનો ભાંડો ફૂટ્યો
નોટની થપ્પી જોતા ચોંકી ગયેલી મિહલાએ કહ્યું મારા પતિએ તો ચોરી નથી કરીને