• Gujarati News
  • અફરોઝ ફટ્ટાને જામીન ન આપવા ઇડીનું સોગંદનામું

અફરોઝ ફટ્ટાને જામીન ન આપવા ઇડીનું સોગંદનામું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરેબિયન આયર્લેન્ડમાં બેંકની યોજના
ફટ્ટાની રોજની આવક ૫૦ લાખ: ૧૦૦૦ કરોડનું વધુ એક કૌભાંડ
હવાલા કૌભાંડ અફરોઝના ભાગીદાર બિલાલ પર ઈડીની નજર, જામીન મુદ્દે ૪ જૂને સુનાવણી
૫ હજાર કરોડના હવાલા કૌભાંડના માસ્ટર માઈન્ડ અફરોઝ ફટ્ટાના ફોન કોલ્સની એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટએ ચકાસણી કરી છે જેમાંથી જાણવા મળ્યું છે કે ફટ્ટાના હવાલા બિઝનેસ થકી દૈનિક ૫૦ લાખની આવક હતી. સુરતમાં હવાલા કૌભાંડ સાથે સંકળાયેલા ફટ્ટાના ભાગીદાર બિલાલ હારૂન ગીલાની અંગે પણ ઈડીએ તપાસ હાથ ધરી છે. મદનલાલ જૈનના મુંબઈના મલબાર હીલ પરના પોલીસના દરોડામાંથી પણ કેટલાક દસ્તાવેજો મળ્યા છે જેની ચકાસણી ઈડી કરી રાું છે. આ ઉપરાંત એક હજાર કરોડના વધુ એક હવાલા કૌભાંડમાં ફટ્ટાની સંડોવણી મળી આવી છે.
ફટ્ટાએ જામીન માટે કરેલી અરજીની સુનાવણી સ્પેશ્યલ કોટર્માં આજે રાખવામાં આવી હતી. આ અરજીનો વિરોધ કરતાં ઈડીએ કેટલાક મુદ્દાઓ કોટર્ સમ ા રજૂ કર્યા હતાં. આ મુદ્દાઓનો જવાબ આપવા માટે ફટ્ટાના વકીલે ૪ જૂન સુધીનો સમય માંગ્યો છે આથી ફટ્ટા અત્યારે જયુડિશિયલ કસ્ટડીમાં છે. ફટ્ટાના જામીનનો વિરોધ કરતાં ઈડીએ જે વિગતો કોટર્ને આપી છે તેમાં કહેવામાં આવ્યું છે કે તારીક નામની કોઈ વ્યકિત સાથે ફટ્ટાની વાતનું રેકોિર્ડંગ છે જેમાં તારીક બેંગલોરમાં એક કરોડ રૂપિયા આપવાની વાત કરે છે જે ફટ્ટાએ હોંગકોંગમાં ડિલિવર કરવાના છે. ફટ્ટાએ દુબઈમાં પોતાના ૪૯ ટકા હિસ્સો ધરાવતી કંપનીઓ સ્થાપી છે જેમાં એવરેકસ જનરલ ટ્રેડિંગ, ઓસેનીક વેન્ચર અને ઝાફા ઓફશોરનો સમાવેશ થાય છે. આ કંપનીઓ કયો બિઝનેસ કરે છે તે અંગે ઈડી તપાસ ચલાવી રાું છે. ઈડીને મળેલી માહિતી મુજબ અલ જોહરા નામની કંપનીને ચાર કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.
ઈડીના સૂત્રોના જણાવ્યાં અનુસાર ફટ્ટાની વેસ્ટ ઈન્ડિઝના કેરેબિયન આયર્લેન્ડમાં પોતાની એક બેંક ખોલવાની યોજના હતી. આ બેંક ખોલીને આ બેંકને બીજી સ્વિસ બેંક બનાવી દેવાની યોજના હતી જયાં રાખવામાં આવેલા નાણાં તદ્દન ગુપ્ત રહે, તેની કોઈને માહિતી ના મળે અને આ રકમ પર કોઈ પણ જાતનો ટેકસ પણ ના લાગે. ભારતમાંથી હવાલા મારફતે મોકલાયેલું આખું કાળું નાણું પોતાની આ બેંકમાં જમા કરાવવાની યોજના હતી.
ફટ્ટાના નામે વધુ ૧૦૦૦ કરોડનું કૌભાંડ
મુંબઈમાં દેશની સોલીડ વેસ્ટની સૌથી મોટી કંપની હંજર બાયોટેક લિમિટેડ નામની કંપની છે. આ કંપનીમાં સુરતના ઈરફાન ફર્નિચર વાલા, મુંબઈના સુનિલ કોઠારી અને આઈડ