સુવિધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રેકીથેરાપી ગર્ભાશયના દર્દીઓ માટે આશિર્વાદરૂપ
સિવિલ કેન્સર ડીટેકશન સેન્ટર રેડીએશન
સારવાર માટે અધતન મશીનથી સુસજજ
લિનિયર એકસીલરેટર, બ્રેકીથેરાપી તેમજ સીટી સ્કેન મશીન ૩૧મીથી લોકસેવામાં
સિવિલ કેમ્પસમાં આવેલા લાયન્સ કેન્સર ડીટેકશન સેન્ટર ટ્રસ્ટ સંચાલીત તેજાણી કેન્સર ઈન્સ્ટીટયુટને અધતન રેડીયેશન ટેકનોલોજી ધરાવતા લિનિયર એકસીલરેટર, બ્રેકીથેરાપી તથા સીટી સ્કેન મશીનોથી સુસજજ કરવામાં આવ્યું છે. તેનો આગામી ૩૧મી શનિવારે લોકાર્પણ સમારોહ યોજાશે. ખાસ વાત એ છે કે કેન્સરના દર્દીઓને રેડીએશનની ઉત્તમ સારવાર રાહતદરે ઉપલબ્ધ બનશે. ગુજરાત સરકારની ગ્રાન્ટ અને દાતાઓના સહકારથી સિવિલ કેમ્પસમાં ૩૫ વર્ષથી કેન્સર પીડીતોની વિના મૂલ્યે સારવાર આપતા કેન્સર ડીટેકશન સેન્ટર ખાતે શ્રી દેવરાજભાઈ બાવાભાઈ તેજાણી કેન્સર ઈન્સ્ટીટયુટ નિર્માણ કરાયું છે. તેમાં સમયની જરૂરિયાત મુજબ આધુનિક મશીનોમાં લિનિયર એકસીલરેટર, બ્રેકીથેરાપી તેમજ સીટી સ્કેન એમ ત્રણ મશીનો લાવવામાં આવ્યા છે તેના થકી રેડિયોથેરાપીની સારવાર કેન્સરના દર્દીઓને નહી નફો નહી નુકશાનના ધોરણે પુરી પાડવામાં આવશે. ૩૧મીએ સવારે ૯.૩૦ કલાકે સિવિલ કેમ્પસમાં ડી.બી.તેજાણી કેન્સર ઈન્સ્ટીટયુટ ખાતે ઉદ્ધઘાટન સમારોહ યોજાશે.
ડયુઅલ એનર્જી લિનિયર એકસીલરેટરના ફાયદા
ડયુઅલ એનર્જી લિનિયર એકસીલેટર મશીન યુ.એસ.એથી ખરીદવામાં આવ્યું છે. આ મશીન સાથે બે ફોટોન એનર્જી (૬એમવી, ૧૫એમવી) અને ૫ ઈલેકટ્રોન એનર્જી છે. આ મશીનથી ૩ડીસીઆરટી (ત્રિપરીમાણીય સીઆરટી), રેપીડઆર્ક, પ્રકારની સારવારનાં લાભ કેન્સરના દર્દીઓને મળે છે.મશીનના કોમ્પ્યુટર પ્લાનીંગ સીસ્ટમમાં સીટી સીમ્યુલેટરના ડેટા મંગાવીને સારવારનુ આયોજન કરવામાં આવે છે. તેથી રેડિયેશન સારવારની આડ અસર ઘટાડી સારવાર કરી શકાય છે અને વધુ સારો કયોરરેટ મેળવી શકાય છે.
જર્મનીથી ખરીદાયેલા મશીનથી અમુક દર્દીઓમાં વધારાનુ રેડીયેશન આપી શકાય છે અને રીમોટ કંન્ટ્રોલ આફટર લેડીંગ હોવાથી સ્ટાફને પણ રેડીએશન રીસ્ક ઓછું થાય છે. વળી દર્દીઓને હોસ્ટીટલાઈઝ થવાની જરૂર રહેતી નથી. તે ગર્ભાશય જેવા રોગોમાં વધારાનું રેડીયેશન આપી કયોરરેટ વધારી શકાય છે.