• Gujarati News
  • પાણીની દિવાલ બનાવી ફાયર ફાયટીંગ કરાયું

પાણીની દિવાલ બનાવી ફાયર ફાયટીંગ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુઘટર્ના ગોડાઉનમાં કાપડના વિપુલ જથ્થા અને બદલાયેલા વાતાવરણમાં ફૂંકાયેલા તોફાની પવને આગને હવા આપી
બીજા માળે પહોંરયા ત્યા તો શ્વાસ રુંધાવા લાગ્યો
ભારે પવને ઓર્ચિડ માર્કેટને ભડકે બાળી
ઓર્ચિડ માર્કેટની આખી બિલ્ડીંગ આગની જવાળામાં લપેટાયેલી બહારથી દેખાતી હતી, હતું બિલ્ડીંગના દરેક ફલોર પર અંદરના ભાગી આગની માત્રા વધારે હતી.એસ્સારના ફાયર ઓફીસર રાકેશ ચર્તુવેદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં કાું હતું કે લગભગ ૧૧-૩૦ વાગ્યે અમને ડિઝાસ્ટરમેનેજમેન્ટ તરફથી ઓચિર્ડ માર્કેટની આગની ઘટનાનો મેસેજ મળ્યો અને અમે ઘટના સ્થળે પહોંચી ગયા.હજીરા એરીયાના ૪ અને પાલિકાને બે ફાયર ઓફીસર અને બારેક ફાયરમેન સાથે અમે બિલ્ડીંગના ૬ઠ્ા માળે પહોંરયા હતા.આટલી મોટી આગ લાગી હોયતો અંદર જઈને જ કંટ્રોલ કરવી પડે,માત્ર બહારથી પાણીનો મારો કરવાથી આગ કાબુ નહીં આવી શકે.૭મા માળે અને આઠમા માળે આગની જવાળા એટલી બધી હતી કે અમે ત્યાં પહોંચી ન શકયા. છઠ્ા માળેથી શરૂઆત કરીને આગ બુઝાવતા ચોથા માળે પહોંરયા.છઠ્ા માળે કાર્બન મોનોકસાઇડ ગેસ અને હીટ રેડીશન જબરદસ્ત હતું.દરેક ફલોર પર દુકાનના શટર અને ગ્લાસ વિન્ડો તોડીને અંદર જવું પડયું હતું. આગને આગળ વધતી રોકવા માટે અમારે પાણીની દિવાલ બનાવવી પડી અને સાઇડમાંથી ફાયર ફાઇટીંગ ચાલું રાખવું પડયું.લભગગ બે એક કલાકની જહેમત પછી ચોથા માળ સુધીની દરેક ફલોરની આગ અંકુશમાં લેવામાં સફળતા મળી હતી.
કાપડને કારણે આગ વધારે ભડકી
ઓચિર્ડ માર્કેટમાં ટેકસટાઇલ વેપારીઓના ગોડાઉન છે જેમાં ગ્રે કાપડ, ડ્રેસ મટીરીસલ્સ અને સાડીના મોટા પ્રમાણમાં જથ્થા હતા. હજીરાના ફાયર ઓફીસર ઇંદરસિંઘ નિગાનિયાએ કાું હતું કે લાકડાને બળતા ૪ કલાક થાય પણ કાપડ એક જ કલાકમાં બળી જાય એટલી ઝડપે આગ પ્રસરતી હોય છે.ગ્રેનું કાપડ ફાટે નહીં તેના માટે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે જે સૌથી વધુ જવલનશીલ હોય છે.પોલિયેસ્ટર અને નાયલોન કાપડ ધીમે ધીમે સગળે છે પણ તે રાખ બની જાય ત્યાં સુધી સગળતું રહે છે.વિસ્કોસ અને બેમ્બર્ગ કાપડ ખુબ ઝડપથી સગળે છે.કાપડમાં કેલરીક વેલ્યુ ખુબ વધારે હોય છે.ઓચિર્ડ માર્કેટમાં દરેક ફલોર પર કાપડના મોટા જથ્થાને કારણે આગની જવાળા ઝડપથી પ્રસરી હતી, તેમાં ગુરુવારે પવન વધારે હોવાને કારણે આગ વધુ ભડકી હતી.
રાત્રે ૮:૩૦ વાગે ટોપ ફલોર પર ફરી આગ ભડકી
સવારે ૧૦:૦૦ વાગ્યાથી આગને બુઝાવવાની કામગીરી શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલું રહી હતી.