• Gujarati News
  • પહેલી જૂને અંજલી, ઝીલ અને સૃષ્ટિ અરંગેત્રમ પરર્ફોર્મ કરશે

પહેલી જૂને અંજલી, ઝીલ અને સૃષ્ટિ અરંગેત્રમ પરર્ફોર્મ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીની નૃત્ય કલા સંસ્થા કલાશ્રીની ત્રણ વિધાર્થિનીઓ અંજલી અરૂણ સિંઘ, ઝીલ પટેલ અને સૃષ્ટિ ગાંધીનું શાસ્ત્રીય નૃત્ય ભરતનાટયમ્ અરંગેત્રમ્ પહેલી જૂને દિ ાણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સવારે ૧૦થી ૧ દરમિયાન યોજાશે. તેમજ આ સંસ્થા દ્વારા આધા તુલશ્યાન, સાનિકા તુલશ્યાન, દિવ્યા ગિરધારી સાબુ અને સચી મુરારીસરાફનું શાસ્ત્રીય નૃત્ય ભરતનાટયમ અરંગેત્રમ પહેલી જૂને ૩થી ૬ દરમિયાન ગાંધીસ્મૃતિ ભવન ખાતે યોજાશે. આ સાથે જ કલાશ્રી સંસ્થાનો ૩૭મો અરંગેત્રમ સમારોહની સાથે ૧૧૫ વિધાર્થિનીઓ અરંગેત્રમની પદવી પ્રાપ્ત કરશે.