• Gujarati News
  • ઓનલાઇન ફર્નિચર બિઝનેસ હજાર કરોડે પહોંચશે

ઓનલાઇન ફર્નિચર બિઝનેસ હજાર કરોડે પહોંચશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: દેશમાં ઇ-કોમર્સનો વ્યાપ હાલમાં રૂ. ૧૪૦૦૦ કરોડ આસપાસ છે તે ૨૦૧૬ સુધીમાં વધી રૂ. ૫૦૦૦૦ કરોડે પહોંચવાની ધારણા છે. તેની સામે ફર્નિચરનું ઇ-કોમર્સ માર્કેટ હાલમાં રૂ. ૨૦૦ કરોડનું છે તે વધી રૂ. ૧૦૦૦ કરોડે પહોંચવાની સંભાવના છે. દેશની ટોચની ઓનલાઇન ફર્નિચર કંપની અર્બન લેડરે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરતમાં ડિલિવરીની શરૂઆત કરી છે. આ પ્રસંગે કંપનીના સીઇઓ અને કો ફાઉન્ડ આશિષ ગોયલે જણાવ્યું કે, કંપની હાલમાં દેશમાં ૮ શહેરોમાં ૧૫૦૦થી વધુ ફર્નિચર પ્રોડ્કટસની ડિલિવરી કરે છે. આ સંખ્યા વધારી ૨૫-૩૦ શહેરોની કરવાની યોજના છે. ગુજરાતના ગ્રાહકો માટે કંપનીએ ખાસ કેશ ઓન ડિલિવરી વિકલ્પની સેવા પણ લોન્ચ કરી છે. ઓનલાઇન ખરીદીમાં અમદાવાદીઓ હોમ ડેકોર ોત્રે ટોચનું સ્થાન ધરાવે છે.