• Gujarati News
  • વતનથી પરત ફરતો યુવાન ટ્રેનમાંથી પટકાતા મોત

વતનથી પરત ફરતો યુવાન ટ્રેનમાંથી પટકાતા મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેકેશનમાં પોતાના વતન ગયેલો યુવાન સોમવારે પરત ફરતી વખતે સુરત આવતા ટ્રેનના દરવાજે ઉભો હતો.જે ચલથાણ નજીક ટ્રેક પર ચાલુ ટ્રેને પટકાયો હતો.જેને હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેનું મોત નિપજયું હતું.
મુળ યુ.પીનો વતની રૂષીકેશ ગણેશ ધોડેકર(૧૭)સચીન પલસાણાના યોગેશ્વર કોમ્પલે ામાં રહેતો હતો.જે વેકેશનમાં પોતાના ગામ ગયો હતો.સોમવારના રોજ મલ્કાપૂરથી અમરાવતીમાં બેસીને પરત ફરી રાો હતો.જે ટ્રેનમાં તે સુરત નજીક આવતા દરવાજા પર ઉભો હતો.રાત્રે દસ વાગ્યાની આસપાસ તે ચાલુ ટ્રેનમાંથી પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.આજુબાજુના લોકો એકઠા થઇ ૧૦૮ બોલાવીને તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.જયાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજયું હતું.રૂષીકેશ હાલમાં જ ધોરણ ૧૦ ની પરી ાા ત્રીજી વખત આપી હતી.