• Gujarati News
  • ગ્લોબલ ફેબ્રિકસ લાયબ્રેરીમાં બોલીવુડના ગ્લેમર ફેબ્રિકસ

ગ્લોબલ ફેબ્રિકસ લાયબ્રેરીમાં બોલીવુડના ગ્લેમર ફેબ્રિકસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં કયા કયા ફેબ્રિકસ બને છે
ગ્લોબલ ફેબિકસ લાયબ્રેરીમાં કયા સેમ્પલ રખાયા છે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ( એસજીસીસીઆઈ)દ્રારા તૈયાર કરવામાં આવેલા ગ્લોબલ ફેબ્રિકસ રિસોર્સ એન્ડ રીસર્ચ સેન્ટરમા અત્યાર સુધીમાં સાડી, ડ્રેસ, કીડઝ ગારમેન્ટસના દેશભરના ૩૫૦ સેમ્પલ આવી ગયા છે.સૌથી મહત્ત્વની વાત એ છે કે બોલીવુડના ગ્લોમર ફેન્સી પોલિયેસ્ટરના ફેબ્રિ્કસ એક સેમ્પલના રૂપિયા ૨૦,૦૦૦ ખર્ચે લાવીને મુકાયા છે.સુરત સાડી બનાવવા માટે જાણીતું છે, પણ અહીંના વિવર્સ બોલીવુડની તારીકાઓ જે ગ્લેમરસ વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે તે અહીં જ બનાવી શકે તે માટે સેમ્પલ મુકવામાં આવ્યા છે. ભવિષ્યમાં ઐર્શ્વયા રાય, કેટરીના કેફ,સોનમ કપુર, આલિયા ભટ્ટ, સૌના ાી સિંહા, કંગના રાનાવત સુરતના કપડામા ફિલ્મી પડદાં પર દેખાઈ તો નવાઈ નહીં.
એસજીસીસીઆઈ દ્રારા સુરતમાં કામ કરતા નાના વિવર્સને દેશ- વિદેશના ફેબ્રિકસની માહિતી મળી રહે તે માટે એક ફેબ્રિકસની લાયબ્રેરી બનાવવામાં આવી છે.સુરતમાં ૭ લાખથી વધારે પાવરલૂમ્સ છે અને અંદાજે એક લાખથી વધારે વિવર્સ કામ કરે છે, પણ મજાની વાત એ છે કે વિવર વર્ષોથી પરંપરાગત કાપડ જ બનાવ્યા કરે છે,કારણ કે બીજા વિવર કયા કાપડ બનવા છે તે એકબીજા વિવરને ખબર જ પડતી નથી. દેશભરની આ પહેલી ફેબ્રિકસ લાયબ્રેરી છે.સુરતમાં અત્યાર સુધી વિવર ટ્રેડીશનલ કાપડ બનાવે છે.વર્ષોથી એક કે બે જ જાતના કાપડ બનાવવામાં વિવર રરયા પરયા રાા છે.પણ દેશના બીજા રાજયોમાં અને વિદેશમાં કયા કાપડનું ચલણ છે અને આ કાપડ બનાવવા માટે શું જરૂરી છે તેની એક જ પ્લેટફોર્મ પરથી માહિતી મળતી નથી જે ગ્લોબલ ફેબ્રિકસ લાયબ્રેરી બનાવવા આવી છે.
સેમ્પલ મુજબ કાપડ બની શકશે
તાજેતરમાં મુંબઈના એક કાપડના વેપારી ચેમ્બરની મુલાકાતે આવ્યા હતા,તેઓ બોલીવુડની હીરોઇનો જે વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે તેના ફેબ્રિ્કસ બનાવે છે. આ ફેબ્રિકસ સુરતના વિવર આરામથી બનાવી શકશે. ગિરધરગોપાલ મુંદડા, ચેમ્બરના સભ્ય
વિવર્સને ફાયદો કેવી રીતે
સેન્ટરમાં ચેમ્બરના ગિરધર ગોપાલ મુંદડા, મહેન્દ્રભાઈ કાજીવાલા, દિનેશભાઈ ઝવેરી, પ્રફુલ્લ શાહ સહીત ૩૫ જણાંની ટીમ બનાવાઈ છે. વિવર્સને કયું ફેબ્રિકસ કેવી રીતે બનાવાય તેની સમજ અપાશે. જરૂર પડશે તો મેન મેઇડ ટેકસટાઇલ રીસર્સ એસોસિયેશનને મોકલી અપાશે. જેને કારણે સુરતના ફેબ્રિકસ વિશે તો વિવરને જાણકારી મળશે જ પણ, દેશના અન્ય રાજયોના કાપડ