• Gujarati News
  • ૭ હજાર વાહનો ડિટેઇન કરવા આરટીઓનો આદેશ

૭ હજાર વાહનો ડિટેઇન કરવા આરટીઓનો આદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાપરવાહી ટુ- વ્હીલર ચાલકોને ટ્રાફિક પોલીસની પેનલ્ટી ભરવી પડી રહી છે
એક મહિનાથી આરસી બુક નહીં
બનતા ૨૦૦૦૦ લોકો અટવાયા
૭ હજાર વાહનચાલકોના નાણા ચાંઉ કરી જનાર સિદ્ધિ ઓટો એજન્સી દ્વારા નિયુકત ડીલર મનોજ જૈનને કારણે નિર્દોષ વાહનચાલકોએ તેમણે ચૂકવેલા ટેકસના નાણા ફરીથી પેનલ્ટી સાથે ભરવા પડશે. વાહનચાલકોએ રજિસ્ટ્રેશનના નાણા ચૂકવ્યા બાદ પણ તેમનો આરટીઓ ટેકસ કચેરીમાં જમા થયો નથી, આવા સાત હજાર વાહનોને ડિટેઇન કરવાની કાર્યવાહી માટે આરટીઓ ડેપ્યુટી કમિશ્નર બાબુભાઇ પ્રજાપતિ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
ટુ- વ્હીલર ચાલકો દ્વારા ટેકસનુ ભરણું કરવામાં આવ્યા પછી આ રકમ મનોજ જૈને ગજવે કરી દીધી છે, હવે ઓટો ડીલરે પણ આ નાણા ભરવા ઇનકાર કરી દીધો છે. આમ ઓટો ડીલરો અને મનોજ જૈનની ગેરરિતીની કમિંત હજારો વાહનચાલકોએ ભોગવવી પડશે. હાલમાં જ પાંચ વાહનચાલકો દ્વારા હાઇકોટર્માં પિટિશન દાખલ કરવામાં આવતા આ પાંચ વાહનચાલકોને હાઇકોટર્ દ્વારા સ્ટે અપાયો છે. એટલેકે જે વાહનચાલક ભરેલી રકમ ફરીથી ન ભરવા માંગતા હોય તેમણે હાઇકોટર્નું શરણું લેવું પડશે અથવા તો એફઆઇઆર દાખલ કરવી પડશે. દરમિયાન હાલ તો આરટીઓ કચેરી અને ઓટો ડીલરોની લડાઈમાં સામાન્ય વાહનચાલકનો મરો થઇ ગયો છે. આરટીઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવ્યા બાદ સંખ્યાબંધ વાહનચાલકો પેનલ્ટી સાથે તેમનો આરટીઓ ટેકસ ભરી દીધો છે. આરટીઓ ડેપ્યુટી કમિશ્નરના જણાવ્યા અનુસાર પેનલ્ટી સાથે રૂ.૪ કરોડની રકમ આરટીઓ ચોપડે બાકી બોલાઇ રહી છે.
૨૫ હજાર પ્લેટ લેવા કોઇ આવતુ નથી
ખાનગી કોન્ટ્રાકટરોના અણઘડ આયોજનને કારણે પરચીસ હજાર નંબર પ્લેટ આરટીઓ કચેરીમાં બની ગઇ છે પરંતુ લોકો લેવા આવી રાા નથી. એચએસઆરપી નંબર પ્લેટ લેવા લોકોને કલાકો સુધી કતારમાં ઉભા રહેવુ પડે છે, તેથી લોકો આ નંબર પ્લેટને બદલે ફરીથી ગેરકાયદે ફેશનેબલ નંબર પ્લેટ લગાડવાનુ શરૂ કરી દીધુ છે.
દોઢ મહિનો થઈ ગયો છતા આરસી બુક નથી
શૈલેષ પટેલે જણાવ્યુંકે તેઓએ એકટીવા ટુ-વ્હીલર ખરીદયુ છે, તેને દોઢ મહિનો થઇ ગયો છે હવે તેઓની આરસી બુક ન આવતા તેઓ આરટીઓ કચેરીના ચક્કર કાપી રાા છે.
આરટીઓ કચેરીમાં કલાકો બાદ પણ નંબર પ્લેટમાં નંબર ન લાગતા સંજય વૈરાગીવાલાએ ખાનગી નંબર પ્લેટવાળા પાસે તેની નંબર પ્લેટ બનાવી દેવાનો બળાપો રજૂ કર્યોહતો.
૪-૫ દિવસમાં પેન્ડિંગ કામો પૂરા કરાશે
આરટીઓ ડેપ્યુટી કમિશ્નર બાબુભાઇ પ્રજાપતિએ જણાવ્યુંકે તેઓ