• Gujarati News
  • સુરત પાસપોર્ટ અધિકારી પાસેથી ચાર્જ છીનવાયો

સુરત પાસપોર્ટ અધિકારી પાસેથી ચાર્જ છીનવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૪ નવા પાસપોર્ટ અધિકારી
પાસપોર્ટ કચેરીમાં લોકોને કનડી રહેલી ભારે હેરાનગતિના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ દેશના ઇન્ટરનલ એફેર્સ ડિપા. દ્વારા હાલમાં નિયુકત આસીસ્ટન્ટ પાસપોર્ટ મહિલા અધિકારી કે.એલ.વાધેલા પાસેથી ચાર્જ છીનવી લીધો છે. તેમને સ્થાને આ પોસ્ટને અપગ્રેડ કરવામાં આવી છે. આ પોસ્ટને અપગ્રેડ કરીને તેમાં રીજયુન પાસપોર્ટ ઓફીસર તરીકે કુમાર નાયરની નિમૂંણક કરવામાં આવી છે. કેટલાય મહિનાઓથી સુરત પાસપોર્ટ કચેરના કથળેલા વહીવટની વ્યાપક ફરિયાદો કરવામાં આવી હતી. હજારો લોકોને થઇ રહેલી આ હેરાનગતિ બાદ દિલ્હી સ્થિત અધિકારીઓ હરકતમાં આવી ગયા છે,તેઓએ સુરતમાં શું તકલીફ છે, તેનો વિધીવત રીપોર્ટ રજૂ કરવા માટે પ્રવર્તમાન અધિકારીને જણાવ્યું છે. દરમિયાન મહિલા અધિકારી કે.એલ.વાધેલા વીસ દિવસની રજા પર ઉતરી ગયા હોવાની વિગત જાણવા મળી છે. તેમાં સુરતમાં લોકોને વ્યાપક તકલીફ હોવાની વાતને હાલમાં સત્તાશીન અધિકારી કુમાર નાયરે સમર્થન આપ્યુ છે. આ તકલીફ એક માસમાં નિકાલ લાવી દેવાશે.
ઇમ્પેકટ
સુરત પાસપોર્ટ કચેરીમાં હાલમાં કુલ સાત જેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે, એક વર્ષમાં સાત અધિકારીઓ રીટાયર્ડ થયા છે કે પછી આ અધિકારીઓની બદલી થઇ છે, તેથી સુરત પાસપોર્ટ કચેરીની કામગીરીને ગંભીર અસર થઇ હોવાની વિગત જાણવા મળી છે. એક માસમાં સુરત પાસપોર્ટ કચેરીને ચાર નવા અધિકારીઓ મળતાની સાથે લોકોની તકલીફ નિવારી શકાય તેવી હોવાની વાત કુમાર નાયરે જણાવી હતી.