• Gujarati News
  • સાંજે તોફાની વાયરા સાથે વરસાદી માહોલ

સાંજે તોફાની વાયરા સાથે વરસાદી માહોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે સાંજે છ વાગ્યા પછી તોફાની પવન ફુંકાયા હતા, મોડી સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો. લોકોને દિવસભરના તીવ્ર બફારામાંથી હાશકારો મળ્યો છે. અલબત્ત સમગ્ર દિવસ દરમિયાન લોકોએ બફારો સખત અકળાવી ગયો હતો. મંગળવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયુ હતુ. જયારે લઘુત્તમ તાપમાન ૨૯ ડિગ્રી પર પહોંચી ગયુ હતું. ભેજનું પ્રમાણ ૭૫ જેટલું નોંધાયુ છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં આગામી ચોવીસ કલાકમાં વાદળછાયા વાતાવરણ વરચે સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરી છે.
વાદળો છવાતા લોકોને ગરમીમાં રાહત
મંગળવારે દિવસભર બફારા બાદ સાંજે વાદળા છવાતા વરસાદી માહોલ સર્જાયો હતો.
૭૫ ભેજનું પ્રમાણ
૨૯ ડિગ્રી લઘુત્તમ
૩૪ ડિગ્રી મહત્તમ
સાપુતારા, નિઝર, વ્યારામા વરસાદ
સુરત જિલ્લા અને દિ ાણ ગુજરાતમાં પ્રવર્તી રહેલો તીવ્ર બાફ આખરે વરસાદમાં રૂપાંતરિત થયો છે. તેમાં સાપુતારામાં મેઘરાજાએ બપોર બાદ આગમન કરતા વેકેશન માણવા નીકળેલા સહેલાણીઓ ખુશખુશાલ થઇ ગયા હતા. તે જ રીતે વ્યારા અને નિઝરમાં પણ મોડી સાંજથી વરસાદ શરૂ થયો હતો. સુરત જિલ્લામાં પણ કેટલાંક સ્થળોએ ઝરમરિયો વરસાદ વરસવાની શરૂઆત થઇ હોવાની વિગત મોડી સાંજે જાણવા મળી છે.