• Gujarati News
  • IRCTCyWh ફિયાસ્કો : અનેક શહેરોમાં સવારે સાઇટ બંધ

IRCTCyWh ફિયાસ્કો : અનેક શહેરોમાં સવારે સાઇટ બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે માસથી હેરાન થાવું છું
સીધી વાત
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમની દોઢ માસ પહેલા જ અપડેટ થયેલી સીસ્ટમનો ફિયાસ્કો થયો છે. તેમાં અગાઉ પ્રતિ મિનીટ ૨૦૦૦ જેટલી રેલવે ટિકીટ આઇઆરસીટીસીની સાઇટ પરથી નીકળી શકતી હતી, તેની કેપેસીટી આઇઆરસીટીસી દ્વારા દોઢ મહિના પહેલા વધારીને ૭,૦૦૦ કરવામાં આવી. તેનાથી લોકોની હાલાકી ઘટવાને બદલે વધી ગઇ છે. આ સીસ્ટમ સંપૂર્ણ ફેઇલ ગઇ છે. દરમિયાન આઇઆરસીટીસી દ્વારા આ મામલે કબૂલાત કરવામાં આવી છે કે કેટલાક રાજયોમાંથી તેમને આ ફરિયાદ મળી છે. તેઓ આ મામલે સોફટવેર એકસ્પટર્ોને કામગીરી સોંપીને આ મામલાનો નિકાલ કરવાનો પ્રયત્ન કરી રાાં છે. સુરત શહેર ઉપરાંત સમગ્ર ગુજરાત અને મુંબઇ તથા સમગ્ર મહારાષ્ટ્ર સહિત રાજસ્થાન અને મઘ્યપ્રદેશમાં પણ આ સમસ્યા છે.
ઓન લાઇન આઇઆરસીટીસી ટિકીટ વેબ સાઇટ પરથીજ ખરીદું છું. તેમાં સુરત થી મુંબઇ કે અમદાવાદ તરફની રેલવેની ટિકીટ અગાઉ સરળતાથી ઓન લાઇન સાઇટ મારફત મળતી હતી. છેલ્લા બે માસથી સાઇટ ઓપન થતી જ નથી. ત્વીજ ઠાકર, ઓટોમોબાઇલ્સ ઇન્સ્યા\\\"રન્સ કંપનીના મેનેજર
શું તમે જાણો છો, તમારી સાઇટ પરથી ગુજરાતમાંથી રેલવે ટિકીટ મળી રહી નથી?
હા, અમને ફરિયાદ મળી છે, આ મામલે અમે સોફટવેર એકસપટર્ોને કામગીરી સોંપી છે.
શું સમસ્યા છે, તે સમસ્યા ડીટેકટ થઇ છે?
ના, આ મામલે હાલમાં કોઇ ડીટેકસન થયુ નથી, ટૂંક સમયમાં આ સીસ્ટમ શરૂ થઇ જવાની સંભાવના છે.
પ્રદીપ કૂંડી પ્રવકતા