• Gujarati News
  • આ અધિકારી સામે તપાસ ચાલે છે

આ અધિકારી સામે તપાસ ચાલે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં મળેલી આઈપીએસ એસો.ની બેઠકમાં રાજયના ગૃહ સચિવ એસ કે નંદા અને ડાયરેકટર જનરલ ઓફ પોલીસ પી સી ઠાકુરની કાર્યપ્રણાલી અંગે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સામે રજૂઆત કરવાનો નિર્ણય કર્યોછે. છેલ્લાં કેટલાંક સમયથી રાજયના ગૃહ વિભાગ અને ડીજીપી ઓફિસમાં આવતી નનામી અરજીઓ આધારે તપાસ શરૂ કરવામાં આવે છે તેની સામે બેઠકમાં વાંધો લેવામાં આવ્યો હતો.
તાજેતરમાં આઈપીએસ મેસમાં મળેલી એસો.ની બેઠકમાં આઈપીએસ અધિકારીઓના વિવિધ પ્રશ્નનો ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આઈપીએસ અધિકારીઓ સામે નનામી અરજીના આધારે થતી તપાસનો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજય સરકારનો પરિપત્ર છે કે કોઈ પણ ક ાાના અધિકારી સામે આ ોપ કરતી નનામી અરજી આવે તો તેની તપાસ કરવાને બદલે અરજી દફતરે કરી દેવી. આમ છતાં ગૃહ વિભાગ અને ડીજીપી ઓફિસ દ્વારા નનામી અરજીઓ ઉપર તપાસ કરવાનો આદેશ આપવામાં આવે છે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં એસ કે નંદા અને પી સી ઠાકુરના નામજોગ ઉલ્લેખ કરાયો ન્હોતો, પરંતુ તેમના જ દ્વારા અરજીઓ ઉપર આદેશ કરવામાં આવ્યા હતા. આ મુદ્દા સહિત અન્ય પડતર પ્રશ્નો માટે એસો.ના હોદ્દેદારો આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી સામે રજૂઆત કરશે.
ગૃહ અને ડીજીપી ઓફિસ દ્વારા અમદાવાદના પોલીસ કમિશનર શિવાનંદ ઝા, સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને એડિશનલ ડીજીપી તીર્થરાજ સામે આ ોપ કરતી નનામી અરજીઓ આવી હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ડીવાયએસપી સામે પણ આ પ્રકારની તપાસ સોંપવામાં આવી છે.
આઈપીએસ એસો.એ ગૃહ સચિવ અને ડીજીપી સામે બાંયો ચઢાવી