• Gujarati News
  • સિટી હોટલ્સ મેનૂમાં મોનસૂન સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ

સિટી હોટલ્સ મેનૂમાં મોનસૂન સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોનસૂન સિઝનમાં લોકો હોટ સિઝલર અને સ્ટ્રીટ ફૂડ ખૂબ એન્જોય કરે છે, સાથે જ ડિફરન્ટ ટેસ્ટની ટી પણ લોકોને ખૂબ પસંદ પડતી હોય છે. આથી જ હવે હોટલ્સમાં પણ મોનસૂન સ્પેશિયલ ફૂડને મેનુમાં એડ કરવામાં આવે છે, પછી એ ફૂડ ફેસ્ટિવલ હોય કે રેગ્યૂલર મેનુ. સિટીની રેસ્ટોરન્ટ્સમાં હવે મોનસૂન માટે યુનિક એકસપરિમેન્ટ્સ કરવામાં આવે છે. મોનસૂન સિઝનમાં હોટલ્સમાં પણ ભજીયા અને પકૌડા જેવી ટ્રેડિશનલ ડિશ દરેક એજ ગ્રૂપનાં લોકોને એટ્રેકટ કરે છે. આથી હોટલ્સનાં શેફ પણ અત્યારથી જ આ કન્સેપ્ટ પર ફોકસ કરી રાાં છે. નવી ડિશની સાથે આ સિઝનમાં ફૂડ લવર્સની હેલ્થને પણ ઘ્યાનમાં રાખવી જરૂરી છે. મોનસૂનમાં લોકો સ્પાઇસી ફૂડ વધુ પસંદ કરે છે.જેથી લાઇટ એન્ડ હેલ્ધી ફૂડનાં કોમ્બિનેશન પર વધુ ફોકસ કરવામાં આવે છે. આ વખતે રેસ્ટોરન્ટ્સમાં વિવિધ ભજીયા અને સાથે અદરક ટી અને ફુદીના ટી સર્વ કરવામાં આવશે. આ સિવાય ચિપ્સ એન્ડ ડીપ, શોરબા એન્ડ સૂપ અને ચાઇનીઝની સાથે બીડા સ્ટ્રીટ ફૂડનાં ઓપ્શન પણ મેનૂમાં જોવા મળશે. કેટલીક હોટલ્સમાં અંદર જ આઉટસાઇડ એન્વાયરમેન્ટ રેડી કરવામાં આવશે, જેમાં દેશી રીતે મક્કાઇ, ભેળ જેવી ડિશ સર્વ કરવામાં આવશે.
ફુદીના ટી, ટે્રડિશનલ હાંડી મોનસૂનમાં ખાસ
ભજીયા અને પકોડા, ફુદીના ટી, સ્ટિ્રટ ફૂડ, ચાઉમીન, ફ્રાઇડ રાઇસ, ભેળપુરી, ચના-મસાલા, મક્કાઇ, ટ્રેડિશનલ થાળી, દાલ-બાટી-ચૂરમા, ચટણી, સ્પેશિયલ ચીલા, શોરબા, સૂપ, તંદૂરી રાયતા એન્ડ તંદૂરી મિર્ચ ચટણી, પુરાની દિલ્હી સ્ટાઇલ પરાઠા, ટે્રડિશનલ હાંડી દમ બિરયાની
સિટીમાં પરાઠા ફેસ્ટિવલ યોજાશે
સિટીની એક રેસ્ટોરન્ટનાં શેફ અનિલ રાજપૂત કહે છે કે મોનસૂનમાં લોકોનાં ટેસ્ટને ઘ્યાનમાં લઇ અમે સ્પેશિયલ પરાઠા એન્ડ બિરિયાની ફેસ્ટિવલ શરૂ કરીશું, જેમાં ફૂડ લવર્સ ઓરિજનલ પુરાની દિલ્હી સ્ટાઇલ રેડી કરેલા પરાઠા સર્વ કરવામાં આવશે. પરાઠાની ૨૫-૩૦ વેરાઇટિ મેનૂમાં એડ કરવામાં આવશે. આ ઉપરાંત બિરયાનીમાં પણ લખનવી નવાબીઝ અને હૈદ્રાબાદી નિરામીઝ બિરયાનીના ઓપ્શન્સ મેનૂમાં એડ કરાશે.
સિટીની હોટલ્સમાં નવી ડિશની સાથે મોનસૂન સિઝન ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે
ôગ્ગ્ૈ કૂખ્ૌૂ