• Gujarati News
  • ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ : પહેલા દિવસે બાળકોએ જોઇ

ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ : પહેલા દિવસે બાળકોએ જોઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ક્રીન પર ફિલ્મ ચાલી રહી છે અને ઓડિટોરિયમમાં બેઠેલા બસો જેટલા બાળકોની આંખોમાં અચરજ છે. ફિલ્મ હજી હમણાં જ શરૂ થઇ છે અને ઓડિટોરિયમમાં બેઠેલા આ બાળકોને ફિલ્મની શાષા સાથે લગાવ થઇ ગયો છે, એ ત્યાં સુધી કે ગલૂડિયું ખોવાઇ જવાથી શાષા રડવા માંડે છે ત્યારે કેટલાય બાળકો પણ રડી પડે છે, શાષાની તકલીફ શેર કરવા જાણે..!! સ્કોપા-ફિલ્મ સોસાયટી દ્વારા શરૂ થયેલા ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે સંતોષ સિવાન ડિરેકટેડ ફિલ્મ બતાવાઇ હતી ત્યારે ઓડિટોરિયમમાં આ દ્રશ્ય સર્જાયું હતું.
૧૯૯૬માં બનેલી ફિલ્મ બાળકોને આજે પણ એટલી જ ગમે છે
આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળી ચૂકયો છે. શાષાનું પાત્ર ભજવનાર બેનાફ દાદાચાન્જીએ અદ્ભૂત અભિનય કર્યોછે, આ ઉપરાંત બુલંગરાજા,વીજુ ખોટે,મુકેશ રીશી તેમજ ટીનુ આનંદે પણ તેમના પાત્રોને ન્યાય આપ્યો છે.ફિલ્મ ૧૯૯૬મા રીલીઝ થઈ હતી અને આટલા વર્ષોપછી પણ તે બાળકોને એટલી જ ગમે છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે તે ખાસ બાળકોને ઘ્યાનમા લઈને બનાવવામાં આવી છે તેમજ આ ફિલ્મ બાળકો પર સીધી રીતે પોઝીટીવ અસર કરે છે.
રીવ્યુ : સંજય પંજાબી-ફાઉન્ડર ટ્રસ્ટી ફિલ્મ સોસાયટી ઓફ સુરત(એફ.એસ.એસ)
અને શાષા ને એના નામે બોલાવતી નથી.!
મમ્મી વિનાની શાષા અને તેના ગલુડિયાની છે.જેનું નામ હેલો છે.શાષાને કોઈ ભાઈ-બહેન અને ફ્રેન્ડ નથી હોતા તેે ગોડને પ્રે કરે છે કે તેને પણ કોઈ ફ્રેન્ડ મળી જાય,બીજા દિવસે સવારે તેને એક ગલુડિયું, હેલો મળે છે. હેલો તેનો બેસ્ટ ફ્રેન્ડ બને છે. એક દિવસ હેલો ખોવાઈ જાય છે ત્યારે શાષા હેલોને શોધવા માટે ફરે છે. એક ઘરમાંથી તેને ગલુડિયાનો અવાજ સંભળાય છે એને ખાતરી થાય છે કે આ હેલો જ છે તેથી તે ઘરમા રહેતા દંપતીને કહે છે કે, જવાબમા દંપતી એવી શરત રાખે છે કે બીજા દિવસે સવારે ગલુડિયાને તેના નામથી બોલાવવું જો ગલુડિયું આવે તો અમે માફી માંગી લઈશું અને ગલુંડિયું તને સોંપી દઈશું. શાષા હેલોને તેના નામથી બોલાવવા જાય તે પહેલા હેલોને મેન્ટલી ચેલેન્જડ બાળકની સાથે રમતા જોઈ લે છે. તેને અહેસાસ થાય છે કે ની જરુર મારા કરતા પણ વધુ આ બાળકને છે તેથી તે ને બીજા જ નામથી પુચકારે છે આથી હેલો આવતો નથી.અહીં ફિલ્મનો અંત આવે છે.
લાસ્ટ બેલ વાગતા બાળકોએ ઓડિટોરિયમ તરફ દોટ મૂકી હતી.
ેૌઞ્ન્ ર્ત્ર્ખ્ઞ્
ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં - આજે સાંજે છ વાગ્યે છૂટકન કી મહાભારત