તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પારસના સંસર્ગથી પથ્થર સોનું બની જાય છે : આચાર્ય હરિનારાયણજી

પારસના સંસર્ગથી પથ્થર સોનું બની જાય છે : આચાર્ય હરિનારાયણજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરિયાવસત્સંગ સમિતિ દ્વારા પરવટ પાટિયા આઇ માતા મંદિર ખાતે સત્સંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ સત્સંગ સભામાં વક્તા આચાર્ય હરિનારાયણએ જણાવ્યું હતું કે, આજે ખુશી છે કે, આપણે બધા પરમાત્માની આરાધનામાં બેઠા છીએ. પરમાત્માના સાંનિધ્યમાં આપણે ઇચ્છિત પરિણામ મળતાં દૂર છીએ, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન તો કરવો પડે છે. પારસના સંપર્કમાં આવવાથી પથ્થર સોનું બને છે. શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ જણાવ્યું છે કે સત્સંગથી જીવન સફળ થાય છે. જીવનમાં બદલાવ લાવવા માટે પરમાત્મામાં મન લગાવવું પડશે. મન નહીં લાગવાને કારણે પરમાત્માથી આપણે દૂર છીએ. અનેક જન્મોથી આપણે સત્સંગ કરતા આવી રહ્યા છે. શરીરનો કોઇ ભરોસો નથી. એટલે તમારૂ મન પરમાત્મામાં લગાવી દો. બધા બદલાય જાય છે. બાળક જવાન થઈ જાય છે પછી વૃદ્ધ થઇ જાય છે, પરંતુ મન લગાવીને પરમાત્માને યાદ કરો તો જીવનમાં પરિવર્તન આવશે. પરમાત્માના ચરણોની રજથી કોટી કોટી બ્રહ્માંડ પવિત્ર થઇ જાય છે. આજે જીવનમાં સત્ય અપનાવવાની તાતી આવશ્યકતા છે અને ત્યારે જીવનમાં સફળતા મળશે.