• Gujarati News
  • માય એક્શન, માય આઇડેન્ટિટી સબ્જેક્ટ પર આદિત્ય ઝાલાએ સિટીની સ્કૂલ્સમાં સેમિનાર કન્ડક્ટ કર્યો હતો

માય એક્શન, માય આઇડેન્ટિટી સબ્જેક્ટ પર આદિત્ય ઝાલાએ સિટીની સ્કૂલ્સમાં સેમિનાર કન્ડક્ટ કર્યો હતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘તમામ દેશો એનર્જીના અલ્ટરનેટિવ શોધી રહ્યાં છે. તમામ દેશોને ખબર છે કે ઇલેક્ટ્રિસિટી ફ્યુચરમાં ગંભીર સમસ્યા બની શકે છે. ડિમાન્ડ વધવાથી ડોમેસ્ટીક એનર્જી હોય કે ઇન્ડસ્ટ્રીયલ એનર્જી..તમામના પ્રાઇઝ પણ વધી રહ્યા છે,જેથી ઇલેક્ટ્રિસિટીને સમજદારી પુર્વકનો યુઝ કરવામાં આવે તો પૈસાની સાથે એનર્જીની પણ બચાવી શકાય છે. સ્ટેન્ડ બાય મોડ 50 ટકા પાવર વેસ્ટ કરે છે, જેથી ડિવાઇસ બંધ કરીને સ્વીચ બંધ કરી દેવી જોઇએ’ સ્પાર્ક એકેડેમી દ્વારા માય એક્શન, માય આઇડેન્ટિટી સબ્જેક્ટ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આદિત્ય ઝાલાએ વાત શેર કરી હતી. સેમિનારમાં ઇલેક્ટ્રિસિટી સેવ કેવી રીતે કરી શકાય તે અંગેની ટીપ્સ આપવામાં આવી હતી તેમજ ‘સેવ ઇલેક્ટ્રિસિટી’ થીમ પર બુક પણ લોન્ચ કરવામાં આવી હતી. સેવ ઇલેક્ટ્રિસિટી વિશેનો મેસેજ આપવા માટે સ્પાર્ક એકેડેમી દ્વારા સિટીની વિવિધ સ્કૂલોમાં સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે

પ્લગ ઇન: જનરલીલોકો પોતાના મોબાઇલ ફોનનું ચાર્જર સ્વીચબોર્ડમાં રાખવાની ટેવ હોય છે. એવી માન્યતા છે કે જ્યારે સ્વીચ બંધ છે ત્યારે વીજળીનો વપરાશ નહીં થાય, પણ હકીગતમાં કોઇ પણ પ્રકારનો પ્લગ સ્વીચબોર્ડના સોકેટમાં હોય ત્યારે નજીવા પ્રકારની વીજળી વેડફાય છે. ટેવથી ફ્યુચરમાં હજારોનું બીલ આવી શકે છે.

મિરર ટેકનિક્સ : મિરરટેકનિક્સથી પણ મેક્સિમમ એનર્જી સેવ કરી શકાય છે. રિફ્લેકશન થીયેરી પ્રમાણે લાઇટ પરાવર્તિત થઇને બીજા ઓબ્જેક્ટ પર પડે છે. જેથી મિરરને એવી રીતે સેટ કરવો જોઇએ જેથી લાઇટનો મલ્ટીયુઝ થઇ શકે. ટેકનિક્સથી મિનિમમ બલ્બ કે પછી સીએફએલથી મેક્સિમમ લાઇટ રૂમમાં મેળવી શકાય છે. મોર્ડન આર્કિટેક્ચરમાં પણ મિરર ટેકનિક્સ યુઝ કરવામાં આવે છે.

ફર્નિચર v/s એ.સી : ઘરમાંફર્નિચર સેટ કરવામાં આવે તો રૂમમાં મેટલનો યુઝ ઓછો થાય એનુ ધ્યાન રાખવું જોઇએ, કેમ કે ‘ધાતુની વાહકતા’ના નિયમ પ્રમાણે એ.સી પહેલા એવી વસ્તુઓને ઠંડી કરશે જેમાં વાહકતા વધારે હોય. જો ફર્નિચરમાં મેક્સિમમ મેટલ હશે તો એ.સી સૌ પ્રથમ ફર્નિચરને ઠંડુ કરશે, જેથી એ.સી એનર્જી બમણી યુઝ કરશે. એક ટન એ.સી આઠ કલાક ચાલુ રહે છે 432 યુનિટ એનર્જીનો વ્યય થાય છે.

સ્ટેન્ડ બાય મોડ:

ટી.વીજોઇને રિમોટથી સ્વીચ ક્લીક કરીને ટી.વી બંધ થઇ ગયું એવું માનીએ છીએ. માત્ર સ્વીચ બંધ કરવાથી ઇલેક્ટ્રિસિટી યુઝ નહીં થાય તેવો ભ્રમ છે, પણ મોટી ભ્રમણા છે. જો ઘરમાં 120 વોટનું ટી.વી હોય અને 12