• Gujarati News
  • વાલીઓએ મોરચો કાઢી હિલ્સ નર્સરી સામે વિરોધ નોંધાવ્યો

વાલીઓએ મોરચો કાઢી હિલ્સ નર્સરી સામે વિરોધ નોંધાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિલ્સનર્સરીના વિવાદમાં ગુરૂવારે જ્યાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ કલેકટરને અંગે યોગ્ય તપાસ કરવામાં માટેનો પત્ર મોકલ્યો હતો. શુક્રવારે વાલીઓ પાલીકા સંચાલીત નગર પ્રાથમિક સમિતિની ઓફીસ ખાતે મોરચો કાઢીને શાસનાધીકારીને અંગે ફેર તપાસ કરવાની અપિલ કરી હતી હિલ્સ નર્સરીનાં વિવાદમાં આરટીઇનો ભંગ થયો હોય અંગે શાસનાધીકારીને તમામ સત્તા હોય તેમણે વાલીઓને ફેર તપાસની હૈયા ધરપત આપી હતી.

હિલ્સ નર્સરી ખાતે બાળકો સાથે થયેલા વ્યવહારને કારણે ભારે ચર્ચાનો દૌર ઉઠવા પામ્યો હતો જેમાં ગુરૂવારે અંગે ધારાસભ્ય હર્ષ સંઘવીએ કલેકટરને પત્ર લખીને અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગી કરી હતી. કલેકટરે ડીઇઓને આદેશ કર્યો હતો જેમાં મામલે રાઇટ ટુ એજ્યુકેશનનો ભંગ થયો હોય અંગે તમામ તપાસ અને સત્તા જીલ્લા શાસનાધીકારી છે. જેમાં શુક્રવારે વાલીઓએ ગોપીપુરા ખાતે મોરચો માંડ્યો હતો. મામલે ફેર તપાસ કરવાની વાલીઓએ માંગ કરતાં શાસનાધીકારીએ હૈયાધરપત આપીને 6 વાલીઓનાં નિવેદન લીધા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.