• Gujarati News
  • 7 પ્રિમિ. સુપરફાસ્ટ અને વિકલી ટ્રેનને એક્સટેન્શન અપાયું

7 પ્રિમિ. સુપરફાસ્ટ અને વિકલી ટ્રેનને એક્સટેન્શન અપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનાવેકેશનમાં મુસાફરોના ધસારાને ધ્યાન માં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા 7 પ્રીમીયમ સુપરફાસ્ટ અને વિકલી સ્પેશીયલ ટ્રેનને એક્સ્ટેન્ડ કરવામાં આવી છે.

મુંબઈ સેન્ટ્રલ નવી દિલ્હી પ્રીમીયમ સુપરફાસ્ટ ટ્રેનને હવે 2જી, 5મી અને 7મી નવેમ્બરે, સુરત-છપરા વીકલી પ્રીમીયમ સુપરફાસ્ટ સ્પેશીયલ ટ્રેનને હવે 1લી અને 8મી નવેમ્બરે પણ દોડાવાશે. સુરત પટના વીકલી ટ્રેનને 4થી અને 11મી નવેમ્બરે દોડાવાશે.બાન્દ્રા લખનૌ વીકલીને 1 અને 8 નવેમ્બરે દોડાવાશે. ઈન્દોર પટના વીકલી ટ્રેનને 2જી નવેમ્બરે, અમદાવાદ લખનૌ વીકલીને, 3જી નવેમ્બરે પણ દોડાવવામાં આવશે. તેમજ અમદાવાદ લખનૌ વીકલી સ્પેશીયલ ટ્રેનને 3જી નવેમ્બરના રોજ પણ દોડાવવામાં આવશે અને અમદાવાદ પટના વીક્લી એક્સપ્રેસ સ્પેશીયલ ટ્રેનને 2જી નવેમ્બરના રોજ દોડાવવામાં આવશે.