• Gujarati News
  • ખજોદના ડ્રીમસિટીમાં રફ હીરા માટે ખાસ નોટિફાઇડ ઝોન બનશે

ખજોદના ડ્રીમસિટીમાં રફ હીરા માટે ખાસ નોટિફાઇડ ઝોન બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખજોદમાંડ્રીમસિટી બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, તેમાં રફ હીરા માટે ખાસ નોટિફાઇડ ઝોન બનાવાશે. ‘કેન્દ્ર અને રાજ્ય સરકાર ‘મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ’માં માને છે. એટલે, ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ માટેની નીતિ, ટેક્સનું માળખું જેવી બાબતો ઉપર કામ કરી રહ્યાં છીએ’ આવી જાહેરાત રાજ્યના શિક્ષણ અને રમત-ગમત મંત્રી નાનુ વાનાણીએ કરી હતી. શુક્રવારે સરસાણામાં ઇન્ડિયન જેમ એન્ડ જ્વેલરી મશીનરી એક્સપોના ઉદ્દઘાટન સમારોહમાં તેમણે શબ્દો ઉચ્ચાર્યા હતાં.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે રાજ્યના મંત્રી નાનુ વાનાણીના હસ્તે જેમ એન્ડ જ્વેલરી મશીનરી એક્સપોનું ઉદ્દઘાટન કરાવ્યું હતું. તેમણે ઉદ્દઘાટન સમારોહમાં મંત્રી વાનાણીએ હીરા અને જ્વેલરી ઉદ્યોગને આશ્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગને તમામ પ્રકારનો સહયોગ આપવા માટે તૈયાર છે. રાજ્ય સરકારે ઉદ્યોગો માટે એક સકારાત્મક વાતાવરણ પૂરું પાડ્યું છે અને પાડી રહી છે. ત્યારે ઉદ્યોગોને પણ તેનો મહત્તમ લાભ લેવાની જરૂર છે. તેમણે એવું પણ કહ્યું કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકાર ઓછો સરકારી હસ્તક્ષેપ અને ઉદ્યોગો માટે સાનુકૂળ વ્યવસ્થા ગોઠવવા પ્રતિબધ્ધ છે. એટલે, ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ માટેની નીતિ, ટેક્સનું માળખું જેવી બાબતો ઉપર કામ કરી રહ્યા છીએ.’ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડિયાનું કહેવું હતું કે, ગત વર્ષે 80 સ્ટોલ્સ હતા, તેની તુલનાએ વખતે 140 સ્ટોલના એક્સપોમાં ટર્કી, ચાઇના, ઇઝરાયલ અને અમેરિકાના ઉદ્યોગકારોએ પણ પોતાના સ્ટોલ્સ રાખ્યા છે.