• Gujarati News
  • તાપમાનમાં ઘટાડો, ઠંડી વધી

તાપમાનમાં ઘટાડો, ઠંડી વધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપમાનમાં ઘટાડો, ઠંડી વધી

ભાસ્કરન્યૂઝ . સુરત

શુક્રવારેમળસકે તાપમાનનો પારો સિઝનમાં સૌથી નીચો નોંધાયો હતો. શહેરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અલબત્ત, શુક્રવારે દિવસે પણ તાપમાન છેલ્લા દિવસોની તુલનાએ થોડું નીચું 33.9 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જોકે, શુક્રવારે મળસકે જે તાપમાન ઘટ્યું હતું, તેમાં હવામાં ભેજનું ઊંચું પ્રમાણ વધારે કારણભૂત રહ્યું હોય તેવું હવામાન વિભાગનું માનવું છે.

શુક્રવારે તાપમાન સૌથી ઓછું નોંધાયું હોઈ જાણે શિયાળાની શરૂઆત થઈ હોય તેવું સુરતીઓને લાગ્યું હતું. જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે, શુક્રવારનું લઘુત્તમ તાપમાન જે 18.5 ડિગ્રી નોંધાયું હતું, તેની સાથે હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા જેટલું નોંધાયું હતું. એટલે, ધુમ્મસ વધારે હતું. તેના કારણે ઠંડક રહી હતી. ઉત્તરપૂર્વના પવનોની સ્થિતિ સાવ સામાન્ય રહી હતી.