• Gujarati News
  • એફ.પી.એ ટોકમાં ડો. અંકિતએ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિશે વાત કરી

એફ.પી.એ ટોકમાં ડો. અંકિતએ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિશે વાત કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એફ.પી.એ ટોકમાં ડો. અંકિતએ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિશે વાત કરી

CITY EVENT

િસટી રીપોર્ટર :સુરત

‘રોજબરોજનીજીંદગીમાં હેલ્થને કારણે ઊભા થતા નાના-નાના પ્રોબ્લેમ્સ પર ધ્યાન આપવામાં આવે તો પાછળ જતા પ્રોબ્લેમ્સ ખૂબ મોટા થઇ જાય છે.’ ફેમિલી ફિઝીશ્યન ગ્રુપ દ્વારા યોજાયેલા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિષય પર યોજાયેલી ટોકમાં ડો.અંકિત ડુમસવાળાએ વાત કહી હતી. ટોકમાં એમણે હેલ્થને લગતા આવા નાના-નાના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કઇ રીતે મેળવવું અંગે ટીપ્સ આપી હતી. એમણે કહ્યું કે, ‘બ્રેઇનને લગતા પ્રોબ્લેમ્સ અને હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ ભલે નાના લાગે પણ એની ટ્રીટમેન્ટ તરત લેવી જોઇએ. એને જો નજર-અંદાજ કરવામાં આવે તો ભવિષ્યમાં પ્રોબ્લેમ્સ ભયાનક સ્વરૂપ લઇ શકે છે અને ત્યારે એની ટ્રીટમેન્ટ પણ તકલીફદાયક હોય છે.

એમણે કહ્યું કે, જેમ હાર્ટ એટેક આવે છે એવી રીતે દિમાગમાં પણ સ્ટ્રોક આવે છે. સ્ટ્રોક ઇસ્ચેમિક અને હેમરેજીક હોય છે. જ્યારે શરીરના અમુક અંગોને ઓકિસજનની જરૂર પડે છે એમ દિમાગને પણ ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે દિમાગને ઓક્સિજન પહોંચાડતા અને બ્લડ સરક્યુલેટ કરતા ટીશ્યૂઝમાં બ્લોકેજ આવે છે ત્યારે બ્રેઇન સ્ટ્રોક આવે છે. સ્ટ્રોકને દૂર કરવા પગમાંથી નાની ટ્યૂબ પાસ કરી એને બ્રેઇન સુધી પહોંચાડવામાં આવે છે અને રીતે બ્લોકેજ દૂર કરવામાં આવે છે.

જ્યારે બ્લડ પહોંચાડતા ટીશ્યૂમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે અને બ્લડ બ્લોક થવાને કારણે ફાટી જાય છે ત્યારે હેમરેજ થાય છે. હેમરેજ થાય ત્યારે ડોક્ટર્સ િદમાગમાં જમા થયેલા બ્લડને શાર્પ સ્ટીક વડે બહાર કાઢે છે. એમણે વધુમાં કહ્યું કે, જેમ આપણે ફૂલ બોડી ચેકઅપ કરાવતા રહીએ છીએ ત્યારે ડોક્ટરની સલાહ લઇને બાયોપ્સી પણ કરાવી લેવું જોઇએ.

હાર્ટ-એટેકની જેમ િદમાગ ને પણ એટેક આવી શકે