• Gujarati News
  • પુસ્તકમાં કૃષ્ણ એક સામાન્ય પુરૂષ તરીકે આલેખાયા છે. પેઇન ઓફ

પુસ્તકમાં કૃષ્ણ એક સામાન્ય પુરૂષ તરીકે આલેખાયા છે. પેઇન ઓફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુસ્તકમાં કૃષ્ણ એક સામાન્ય પુરૂષ તરીકે આલેખાયા છે. પેઇન ઓફ સર્વાઇવલ વચ્ચેથી પસાર થાય છે. એક પુરુષ તરીકે કૃષ્ણએ કેવા કેવા પેઇન વચ્ચેથી પસાર થવું પડ્યું હશે અને અમુક નિર્ણયો લેતા એણે કેવી પીડા અનુભવી પડી હશે એની વાત કરવામાં આવી છે. જે માણસ પોતાના સમય કરતા આગળ જીવતો હોય એણે પેઇન સાથે જીવવું પડે છે વાતને સુંદર રીતે આલેખાઇ છે.

સામાન્ય પુરૂષ તરીકે આલેખાયા છે કૃષ્ણ

{રાધા-કુંતી અને દ્રૌપદી પોતાના સમય કરતા સાડા પાંચ હજાર વર્ષ આગળ જીવ્યા હતા

બુક ટોક્સમાં રાધા-કુંતી-દ્રૌપદી પુસ્તકનો રિવ્યૂ કરાયો

CITY EVENT

િસટી રીપોર્ટર :સુરત

‘રાધા-કુંતીઅને દ્વૌપદી-આ ત્રણેય સ્ત્રીઓ પોતાના સમય કરતા સાડા પાંચ હજાર વર્ષ આગળ હતી અને એટલે ત્રણેય સ્ત્રીઓનો િત્રકોણ કૃષ્ણ સાથે મળીને એક ચતુષ્કોણ રચતો હતો.’ બુક-ટોક્સમાં શ્રેયા દેસાઇએ અરૂણા ઢેરેના પુસ્તક ‘રાધા-કુંતી-દ્રૌપદી’નો રિવ્યૂ કર્યો હતો. એમણે કહ્યું કે, ‘પુસ્તકમાં લેખિકાએ ત્રણ સ્ત્રીઓની વાત કરી છે કારણ કે ત્રણેય સ્ત્રીઓએ પોતાના િહત કરતા પણ પહેલા સમષ્ટિનું હિત વિચાર્યું હતું. એક પરણેલી હોવા છતા કૃષ્ણના પ્રેમમાં હતી, એક કુંવારી મા હતી અને એકે માછલીની આંખ કૃષ્ણ વીંધશેની ઇચ્છા રાખી સ્વયંવર રચ્યો હતો.પુસ્તકમાં કૃષ્ણને માણસ તરીકે આલેખ્યા છે. યુમના કિનારે રાધા સાથેના ડાઇલોગ્સ અને રાધાના પ્રશ્નોને લેખિકાએ અદભૂત રીતે આલેખ્યા છે.

‘કૃષ્ણ પેઇન ઓફ સર્વાઇવલ વચ્ચે રહીને જીવ્યા હતા..!’